તેને કોરોનાવાયરસ કરતાં 1000 ગણો વધુ ખતરનાક માનવામાં આવે છે.

28 વર્ષીય મહિલાનું મોત 

રશિયાના સાઇબિરીયા ક્ષેત્રમાં કોરોના વાયરસ કરતાં 1000 ગણો વધુ ખતરનાક માનવામાં આવતા ન્યુમોનિક પ્લેગના લેબ લીકના સમાચારે વૈશ્વિક સ્તરે ખળભળાટ મચાવ્યો છે. પ્લેગ લીક થયા બાદ સાઇબિરીયામાં 28 વર્ષીય મહિલાનું મોત થયું છે. લગભગ 200 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. લેબમાંથી પ્લેગ લીક થયાના સમાચાર બાદ વોશિંગ્ટન પણ એલર્ટ પર છે. વ્હાઇટ હાઉસે પણ આ બાબતે એક નિવેદન જાહેર કર્યું છે.

ન્યુમોનિક પ્લેગ કેટલો ખતરનાક ?

મૃત્યુ પામેલી યુવતી સાઈબેરિયાની એક લેબમાં કામ કરતી હતી જ્યાં ન્યુમોનિક પ્લેગ પર સંશોધન ચાલી રહ્યું હતું. કામ કરતી વખતે, તેણીએ લેબમાં એક કાચ તોડી નાખ્યો, જેના કારણે તેણી વાયરસના સંપર્કમાં આવી. તેના સંપર્કમાં આવેલા 200 લોકોને અલગ રાખવામાં આવ્યા છે. ઘણા અહેવાલો તેને કોરોનાવાયરસ કરતાં વધુ ખતરનાક ગણાવી રહ્યા છે. કોરોના વાયરસ 2019 અને 2020 માં ચીનની વુહાન લેબમાં ઉદ્ભવ્યો હતો. આ વાયરસે વિશ્વભરમાં લાખો લોકોના જીવ લીધા હતા.

શું ભારતીયોએ ડરવાની જરૂર ?

વિશ્વ આરોગ્ય સંગઠને 2019 થી 2024 સુધી પ્લેગ પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષમાં પ્લેગના 4,000 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સૌથી વધુ કેસ ચીન અને મંગોલિયાથી આવ્યા હતા. રશિયા કહે છે કે મૃત્યુ પામેલી યુવતી પણ મંગોલિયાથી હતી. આનો અર્થ એ છે કે તેનો સાઇબિરીયા સાથે કોઈ સંબંધ નથી. વધુમાં, રશિયાએ આ કેસ સાથે જોડાયેલા તમામ 200 લોકોને સંપૂર્ણપણે ક્વોરેન્ટાઇન કર્યા છે, એટલે કે હાલમાં તે બહાર ફેલાવાનું કોઈ જોખમ નથી.

આ પણ વાંચોઃ તાજિકિસ્તાનની સરહદે તૈનાત કરાયા આધુનિક શસ્ત્રો, મધ્ય એશિયામાં ગરમાયું રાજકારણ!