યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતા પર અસર પડી રહી છે. જેના કારણે ઇંધણીન કમી અને નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રશિયાએ વર્ષના અંત સુધીમાં પેટ્રોલ ડિઝલની નિકાસ પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ઘરેલુ આપૂર્તિને વધારે સારી કરવા માટે લગાવવામાં આવ્યો છે.

ડ્રોન હુમલાઓના કારણે રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતામાં ભારે ઘટાડો 

યુક્રેનના ડ્રોન હુમલાઓના કારણે રશિયાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતામાં ભારે ઘટાડો નોંધાયો છે. થોડા દિવસોમાં, ઘટાડો લગભગ પાંચમા ભાગ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે રશિયાના પ્રમુખ બંદરોથી ઇંધણના નિકાસને પણ અસર પહોંચી છે. આ પરિસ્થિતિ વચ્ચે રશિયાએ ડિઝલ અને પેટ્રોલના નિકાસ પર પણ આંશિક પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. જે વર્ષના અંત સુધી લાગુ રહેશે. નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે ગુરુવારે આ જાહેરાત કરી.

પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ વર્ષના અંત સુધી વધારાશે

નોવાકે કહ્યુ કે, અમે પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ વર્ષના અંત સુધી વધારીશુ અને ડિઝલ ઇંધણના બીજા ઉત્પાદકો માટે નિકાસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. જેનાથી ઘરેલુ બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આપૂર્તિ વધશે. તેમણે એમ પણ કહ્યુ કે દેશમાં ઓઇલ ઉત્પાદકોની થોડી કમી છે, પરંતુ હાલમાં ભંડારથી માગ પૂરી નહી કરી શકાય.


ઇંધણની આપૂર્તિમાં બાધાને કારણે રિફાઇનરીઓ બંધ થઇ

આ વચ્ચે રશિયાના નિયંત્રણ વાળા ક્રીમિયાના પ્રમુખ સર્ગેઇ અક્સ્યોનોવે જણાવ્યુ કે ઇંધણની આપૂર્તિમાં બાધાને કારણે રિફાઇનરીઓ બંધ થઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે, ડિઝલ નિકાસ પર લગાવેલો નવો પ્રતિબંધ મુખ્ય રૂપથી મધ્યસ્થીઓને લાગુ પડે છે, ના કે ઉત્પાદકો પર, પરંતુ રશિયાથી ડીઝલનો મોટો ભાગ ઉત્પાદકો દ્વારા ઉત્તર અને દક્ષિણ પાઇપલાઇન દ્વારા બાલ્ટિક અને કાળા સમુદ્રના બંદરો સુધી સીધો પહોંચાડવામાં આવે છે.
  • Follow us on: