યુક્રેન યુદ્ધને કારણે લાદવામાં આવેલા કડક વૈશ્વિક પ્રતિબંધો છતાં રશિયાના સંરક્ષણ ઉદ્યોગે મોટો ધમાકો કર્યો છે. વર્ષ 2025 માં રશિયાએ $15 બિલિયન (આશરે 1.25 લાખ કરોડ રૂપિયા) થી વધુ મૂલ્યના શસ્ત્રોની નિકાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર દેશ બની ગયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે રશિયાએ યુદ્ધ વચ્ચે પોતાની સેનાની જરૂરિયાતો પૂરી કરવાની સાથે ૩૦ થી વધુ દેશોને સફળતાપૂર્વક હથિયારો પહોંચાડ્યા છે.

રશિયા બન્યો દુનિયાનો બીજો સૌથી મોટો આર્મ્સ એક્સપોર્ટર

'સેન્ટર ફોર એનાલિસિસ ઓફ ધ વર્લ્ડ આર્મ્સ ટ્રેડ' (CAWAT) ના અહેવાલ મુજબ, 2025 માં ગ્લોબલ કમર્શિયલ આર્મ્સ એક્સપોર્ટમાં રશિયાનો હિસ્સો ૧૨.૫૫% રહ્યો છે. જોકે આ હિસ્સો અમેરિકા કરતાં ઓછો છે, પરંતુ યુરોપ અને એશિયાના તમામ ટોચના શસ્ત્ર નિકાસકારો કરતાં ઘણો આગળ છે. રશિયાએ મુખ્યત્વે સુખોઈ Su-35, Su-57, MiG-35 જેવા ફાઈટર એરક્રાફ્ટ, T-90 અને T-72 ટેન્ક તેમજ S-400 ટ્રાયમ્ફ અને પેન્ટસિર S-1 જેવી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમની વિદેશમાં નિકાસ કરી છે.

ભારત રશિયન શસ્ત્રોનો સૌથી મોટો ખરીદદાર દેશ

SIPRI (સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ના રિપોર્ટ અનુસાર, રશિયા પાસેથી હથિયારો ખરીદવામાં ભારત સૌથી આગળ રહ્યું છે. રશિયાની કુલ શસ્ત્ર નિકાસમાં એકલા ભારતનો હિસ્સો 48% હતો. આ સિવાય ચીન અને બેલારુસ 13-13% હિસ્સા સાથે અન્ય મુખ્ય ખરીદદાર દેશો રહ્યા છે. પ્રતિબંધો છતાં વૈશ્વિક સંરક્ષણ બજારમાં રશિયાની પકડ હજુ પણ મજબૂત હોવાનું આ આંકડા સાબિત કરે છે.

આ પણ વાંચો: Uttar Pradesh: જેણે રામ-કૃષ્ણના અસ્તિત્વને નકાર્યું, તે હવે રામભક્ત હોવાનો ડોળ કરે છે- CM યોગી