રશિયા હવે યુક્રેન યુદ્ધને વધારે સમય સુધી ખેંચવા ઈચ્છતું નથી, તેથી જ હવે પુતિને આરપારની જંગની તૈયારીઓ કરી લીધી છે. પહેલા પોક્રોવસ્ક શહેરની પાસે 1 લાખથી વધારે સૈનિકોને એકઠા કરીને રશિયાએ ધ્યાન ભટકાવ્યું અને ત્યારબાદ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કરી દીધો. આ એર સ્ટ્રાઈકમાં યુક્રેનમાં 477 ડ્રોન અને 60 મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો ભીષણ હતો કે યૂરોપીનો દેશ પોલેન્ડ પણ વચ્ચે આવી ગયો છે.


પોલેન્ડ વાયુસેનાને પોતાના વિમાન મોકલવા પડ્યા

ખાસ વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં કહ્યું હતું કે તે ઈસ્તાંબુલમાં સીધા શાંતિ વાર્તા માટે તૈયાર છે. આ હુમલામાં યુક્રેનના એફ-16 વિમાન પણ નિશાન બન્યું છે. યુક્રેનના અધિકારી મુજબ આ ઘાતક હુમલો રશિયાના વધતા બોમ્બમારા અભિયાનનો એક ભાગ છે. રશિયાનો આ હુમલો એટલો ભીષણ હતો કે પોલેન્ડ વાયુસેનાને પોતાના વિમાન મોકલવા પડ્યા છે. યુક્રેનની વાયુસેનાના કોમ્યુનિકેશન ચીફે જણાવ્યું કે રશિયા રાતભર ડ્રોન અને મિસાઈલ હુમલો કરતું રહ્યું. આ હુમલો યુક્રેનના પશ્ચિમી વિસ્તાર સહિત સમગ્ર વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. હુમલાની ભયાનકતા જોઈને પોલેન્ડ વાયુસેનાને પોતાના વિમાન મોકલવા પડ્યા.

249 હથિયારોને તોડી પાડવાનો યુક્રેને કર્યો દાવો

યુક્રેને તેની પર હુમલો કરવામાં આવેલા 537 હથિયારોમાંથી 249ને તોડી પાડ્યા તથા 226 હુમલા નિષ્ફળ રહ્યા છે. જો કે તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ એક્સ પર આ હુમલાની ક્લિપ પોસ્ટ કરી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા દરેક તે વસ્તુને નિશાન બનાવી રહી છે, જે જીવન માટે જરૂરી છે.   

  • Follow us on: