રશિયા અને યુક્રેન વચ્ચે એક લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં સૌથી મોટી વાત એ છે કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ આ યુદ્ધ પૂરું થવાનું નામ પણ નથી લઈ રહ્યું. એવામાં હવે રશિયાના લીડર પુતિન માટે એક આઘાત પમાડનારા સમાચાર સામે આવ્યા છે.


યુરોપિયન દેશોએ રમત રમી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક પછી એક નવા નવા વળાંક આવતાજ જાય છે. પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રશિયાના લીડરની થોડી ખેંચતાણ થઈ અને ત્યારબાદ હવે યુરોપિયન દેશોએ પણ પુતિન સાથે પુતિનનાજ રૂપિયે રમત માંડવાનું શરૂ કર્યું છે. વાત કઈક એવી છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને હથિયારો અને શસ્ત્રોની મદદ કરવાનું હવે યુરોપિયન યુનિયન વિચારી રહ્યું છે.

રશિયાની જપ્ત કરેલી સંપત્તિનો ઉપયોગ

યુરોપિયન યુનિયન હવે યુક્રેનની વહારે આવવાનું વિચારી રહ્યું છે અને આ વિચાર પર અમલ કરવા માટે યુરોપિયન યુનિયન હવે રશિયાની જપ્ત કરેલી સંપત્તિનો ઉપયોગ કરવાના વિચારમાં છે. રશિયા-યુક્રેનના યુદ્ધમાં હવે અમેરિકા અને યુરોપિયન યુનિયન યુક્રેનને જાહેરમાં સમર્થન આપતા દેખાઈ રહ્યા છે. યુરોપિયન યુનિયન આ વખતે રશિયા સામે એક મોટો આર્થિક દાવપેંચ રમવા જઈ રહ્યું છે. જો યુરોપિયન યુનિયન અમેરિકા સાથે મળીને આ વિચાર પર અમલીકરણ કરશે તો રશિયાને મોટું નુકસસન થઈ શકે છે.

રશિયન સેન્ટ્રલ બેંકની સંપત્તિનો થશે ઉપયોગ

યુરોપિયન યુનિયન તરફથી જપ્ત કરાયેલી રશિયન સેન્ટ્રલ બેંકની સંપત્તિ કે જેમાંથી તેમણે અબજો રૂપિયાનો નફો થયો છે એ રૂપિયાનો ઉપયોગ હવે યુરોપિયન યુનિયન યુક્રેન માટે કરવા જઈ રહ્યું છે. રશિયન સેન્ટ્રલ બેંકના લગભગ 200 અબજ યુરોનો ઉપયોગ હવે નવા યુદ્ધ ભંડોળમાં યુક્રેન માટે યોગદાન તરીકે થઈ શકે છે. ટૂંકમાં રોપિયન યુનિયન હવે યુક્રેનને લશ્કરી સહાય પૂરી પાડવા માટે અને રશિયા સામે યુદ્ધમાં ટક્કર લેવા માટે તેનાજ રૂપિયાનો ઉપયોગ કરશે.


  • Follow us on: