Indiaમાં BRICS સમિટ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી કે તેઓ રશિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. શનિવારે જાહેર થયેલા એક ઇન્ટરવ્યૂમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ મિયામીમાં યોજાનારી G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત અને કૂટનીતિક ઉકેલ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરી હતી.

ઝેલેન્સ્કી પુતિનને મળશે

બ્રોડકાસ્ટર ડોયચે વેલેએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને પૂછ્યું કે જો બંને નેતાઓને આમંત્રણ આપવામાં આવે તો શું તેઓ ડિસેમ્બરમાં યોજાનારી બેઠકમાં પુતિનને મળશે? તેના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું, “હા, ચોક્કસ. અમારે આવવું પડશે. અમે મળીશું, વાત કરવી પડશે અને નિર્ણયો લેવા પડશે.”

યુદ્ધ સમાપ્ત કરવાની પહેલ તેજ

વોશિંગ્ટને તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના લાંબા સમયથી અટકેલા પ્રયાસોને ફરી શરૂ કરવાની કોશિશ કરી છે. આ યુદ્ધ પાંચમાં વર્ષમાં પ્રવેશી ગયું છે. આ પ્રયાસ હેઠળ અમેરિકાના વાતચીત કરનારા પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ગયા વીકએન્ડે મોસ્કો અને કીવ ગયા હતા.

અમેરિકાની પાસે G20ની અધ્યક્ષતા

આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ પાસે G20 એટલે કે મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહની અધ્યક્ષતા છે. તેમાં 19 દેશો ઉપરાંત યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયનનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રશિયાના નાણામંત્રી એન્ટોન સિલુઆનોવનું નોર્થ કેરોલિનામાં G20 બેઠકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના કારણે યુક્રેનના યુરોપિયન સાથી દેશોમાં ચિંતા જોવા મળી હતી.

G20 એનર્જી બેઠકમાં રશિયાના અધિકારીઓ આવશે

ઝેલેન્સ્કીએ DWને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વિટકોફ અને કુશનરની મુલાકાત એક “સારો સંકેત” હતો. તેમણે કહ્યું કે બંનેનું કીવની સાથે મોસ્કો જવું પણ જરૂરી હતું. બીજી તરફ, એક રશિયન ડિપ્લોમેટે શનિવારે કહ્યું કે મોસ્કો આવતા અઠવાડિયે હ્યુસ્ટનમાં યોજાનારી G20 એનર્જી બેઠકમાં કેટલાક અધિકારીઓને મોકલશે.

આ પણ વાંચો:  રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની આશા, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શક્ય બની શકે છે વાતચીત