રશિયાની મશીનરી અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની કંપનીઓ શ્રમિકોની અછત પૂરી કરવા માટે ભારતના સ્કિલ્ડ પ્રોફેશનલ્સમાં રૂચિ દેખાડી રહ્યા છે. માસ્કોમાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યુ કે ભારતીય શ્રમિકોની માંગ રશિયાના પારંપરિક ક્ષેત્રોમાં વધી રહી છે.
તેમણે કહ્યુ કે, રશિયામાં વ્યાપક સ્તર પર વર્ક ફોર્સની આવશ્યકતા છે અને ભારતની પાસે સ્કિલ્ડ મેનપાવર ઉપલબ્ધ છે. વર્તમાનમાં રશિયા કંપનીઓ મોટી સંખ્યામાં ભારતીયોને રોજગાર આપી રહી છે. રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમારે એ પણ જણાવ્યુ કે જેમ જેમ વધુ ભારતીયો રોજગારની તકો માટે રશિયા આવી રહ્યા છે, તેમ તેમ કોન્સ્યુલર સેવાઓ પર કામનો ભાર વધી રહ્યો છે.કુમારે વધુમાં કહ્યુ કે જ્યારે જ્યારે લોકો આવે અને જાય છે.ત્યારે પાસપોર્ટ એક્સટેન્શન, બાળકોનું પ્રમાણપત્ર, પાસપોર્ટ ખોવાની સ્થિતિઓમાં અમારી સેવાઓ જરૂરી છે.
રુસમાં 10 લાખ વિદેશી શ્રમિકોની આવવાની શક્યતા
રુસ હાલમાં કુશળ વર્કફોર્સની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે અને આ વર્ષે અંત સુધીમાં 10 લાખ વિદેશી વ્યાવસાયિકોને લાવવાની યોજના બનાવી રહ્યો છે, જેમાં ભારતીયો પણ શામેલ છે. ઉરલ ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આન્દ્રે બેસેડિને રોસબિઝનેસ્કન્સલ્ટિંગે જણાવ્યું કે, જાણકારી અનુસાર, આ વર્ષના અંત સુધીમાં ભારત સહિત અન્ય દેશો પાસેથી 10 લાખ કુશળ કામદારો રુસ આવશે, જેમાં સ્વેર્દલોવ્સ્ક ક્ષેત્ર પણ શામેલ છે. યેકાતેરિનબર્ગમાં ભારતનું એક નવું વાણિજ્ય દૂતાવાસ ખૂલી રહ્યું છે, જે આ મુદ્દાઓને સંભાળશે.
રુસમાં 2030 સુધીમાં 31 લાખ શ્રમિકોની જરૂર પડશે
ઉરલમાશ અને ઉરલવાગનઝાવોડ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ સ્વેર્દલોવ્સ્કમાં સ્થિત છે, જે T-90 શ્રેણીના લડાયક ટૅન્કો બનાવે છે. રુસી શ્રમ મંત્રાલયે અંદાજ લગાવ્યો છે કે 2030 સુધીમાં રુસમાં કુશળ વર્કરોની અછત 31 લાખ સુધી પહોંચી શકે છે. આ ખોટને પૂર્ણ કરવા માટે મંત્રાલય 2025માં વિદેશી કુશળ શ્રમિકો માટેના કોટાને 1.5 ગણી વધારી 2.3 લાખ સુધી લાવવાની યોજના બનાવી રહ્યા છે.