હમણાં એક દિવસ પહેલા તો અલાસ્કા ખાતે રશિયન રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યુક્રેન યુદ્ધ અંગે 3 કલાકથી વધારે સમય સુધી ચર્ચાઓ ચાલી તેમ છતાં ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની નજર યુક્રેનના દેશ પર કબજો કરવા અંગે ટકી હોય તેવા સમાચાર સામે આવ્યા છે.


પુતિનની નજર યુક્રેનના હૃદય પર

યુક્રેનની અંદર આવેલ એક દેશ જેનું નામ છે ડોનબાસ. આર્થિક રીતે અને ઔદ્યોગિક રીતે આ દેશ યુક્રેન માટે માટેજ ખુબજ મહત્વ ધરાવે છે. એવામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને સામે ચાલીને ડોનબાસને યુદ્ધ બંધ કરવાની માંગ કરી છે. અહિયાં આ યુદ્ધ બંધ કરવા પાછળનું કારણ એ જરા પણ નથી કે પુતિનને હવે આ યુદ્ધ બંધ કરવું છે. ખરા અર્થમાં આ પ્રદેશ પર પુતિનની નજર રહેલી છે. પુતિનના આ પ્રસ્તાવને ટ્રમ્પ પોતે સમર્થન આપી શકે છે પરંતુ યુક્રેને આ વિસ્તાર છોડવાના જરા પણ મૂડમાં નથી.

કોલસા ઉદ્યોગ માટે ડોનબાસ ખાસ

રશિયન રશિયન રાષ્ટ્રપતિ પુતિનની નજર જો આ દેશ પર પડી છે તો એ વાત એકદમ સ્પષ્ટ છે કે આ દેશ રશિયા માટે કેટલો કામનો હશે આ દેશની ધરતી રશિયાને કેટલો ફાયદો કરાવી શકે છે. વાસ્તવમાં ડોનબાસને યુક્રેનનું ઔદ્યોગિક હૃદય કહેવામાં આવે છે. તે કોલસા અને ભારે ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. જો રશિયા કોઈપણ પ્રકારે રાજનીતિ કે યુદ્ધથી આ વિસ્તાર પાર કાબૂ મેળવી લે છે તો આ વિસ્તાર પર કબજો મળતાની સાથેજ જ કાળા સમુદ્ર અને એઝોવ સમુદ્રમાં રશિયાનું પ્રભુત્વ વધશે.

ટ્રમ્પના વલણમાં ફેરફાર

જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કયારે પોતાની કરેલી વાત પરથી ફરી જાય એ ખરા અર્થમાં નક્કી કહી શકાય નહીં. હજી હમણાં થોડા દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પોતે રશિયન નેતાની વિરુદ્ધમાં ઊભા હતા જેથી યુક્રેનને ન્યાય મળી શકે. જો કે હવે આ બાબતે ટ્રમ્પ હવે રશિયાની નજીક દેખાઈ રહ્યા છે કેમકે ટ્રમ્પે યુરોપિયન નેતાઓને કહ્યું કે તેઓ ડોનબાસને રશિયાને સોંપવાની યોજનાને સમર્થન આપે છે. જો આમ થાય છે તો યુક્રેનને તેમના ખાસ વિસ્તારથી હાથ ધોઈ નાખવા પડશે.


  • Follow us on: