યમનના હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના બે મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 36 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સાઉદી નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા અનુસાર, રિયાધ સ્થિત કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આ હુમલા થયા હતા. અભા એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ઇજિપ્તીયન અને એક અલ્જેરિયન નાગરિકનું મોત નીપજ્યું હતું, જ્યારે રિયાધ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
હુતી લશ્કરીએ સ્વીકારી જવાબદારી
હુતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીએ રિયાધના કિંગ ખાલિદ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલો હુમલો કરવાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો હતો કે આ હુમલાથી હવાઈ ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ ગયો હતો. જોકે, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનએ સ્પષ્ટ કર્યું હતું કે મોટાભાગની મિસાઇલોને હવામાં જ અટકાવી દેવામાં આવી હતી.
ગઠબંધનનો વળતો પ્રહાર - 82 ઠેકાણાઓ ધ્વસ્ત
આ હુમલાથી રોષે ભરાયેલા સાઉદી ગઠબંધને તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો. ગઠબંધને દાવો કર્યો છે કે તેણે હુથીઓના 82 લશ્કરી થાણાઓ અને લક્ષ્યોને સંપૂર્ણપણે નેનાનાબૂદ કરી દીધા છે. આ નષ્ટ કરાયેલા ઠેકાણાઓમાં પર્વતીય બેલિસ્ટિક મિસાઇલ સાઇટ્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ, અત્યાધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને હુથી લડવૈયાઓના એકત્રીકરણના સ્થળોનો સમાવેશ થાય છે. હુથીઓએ પણ અભા એરપોર્ટ અને ખામિસ મુશૈતના કિંગ ખાલિદ એર બેઝ પર હુમલો કર્યાનો દાવો કર્યો હતો.
યમનમાં ગંભીર માનવતાવાદી સંકટ
સાઉદી અરેબિયા વર્ષ 2015થી યમનની સરકારી સેનાના સમર્થનમાં હુથીઓ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યું છે. ચાર વર્ષના લાંબા યુદ્ધવિરામ બાદ જુલાઈ મહિનામાં લડાઈ ફરીથી શરૂ થઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે માત્ર એક જ મહિનામાં 200,000 થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. પશ્ચિમ યમનમાં તાજેતરમાં થયેલી ભીષણ અથડામણોમાં 37 હુથીઓ સહિત બંને પક્ષોના ઓછામાં ઓછા 62 લડવૈયાઓ માર્યા ગયા છે, જ્યારે તાઈઝમાં હુથી મિસાઇલોને કારણે પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે.
યમનની સરકાર હુતીઓના કબજા હેઠળના તમામ વિસ્તારોને મુક્ત કરાવવા માટે કટિબદ્ધ છે. સતત ચાલી રહેલા આ સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધના કારણે દેશમાં ગંભીર માનવતાવાદી સંકટ સર્જાયું છે, જેના કારણે યમનની મોટાભાગની વસ્તી આજે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર રહેવા મજબૂર બની છે.
આ પણ વાંચોઃ Nana Patekar એક ઉમદા કલાકાર હતા, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના મંચ પર બોલ્યા PM મોદી