સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં આશરે 42 ભારતીયોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મક્ક મદીના આ બસ જઇ રહી હતી. તે જ સમયે મદીનામાં ડીઝલ ટેન્કર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો જ્યાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઇ. બસમાં સવાર 42 ભારતીયોના મોતની આશંકા છે.
મદીના પાસે થયો ભયંકર અક્સમાત
સાઉદી અરબમાં એક ભીષણ અક્સમાતમાં 40થી વધારે ભારતીયોના મોતની આશંકા છે. આ દુર્ઘટના એ સમયે બની જ્યારે ઉમરાહ માટે લોકોને લઇ જઇ રહેલી બસ એક ઓઇલ ભરેલા ટેન્કર સાથે અથડાઇ હતી. સાઉદી અરબના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના મદીના નજીક બની છે અને માનવામાં આવી રહ્યુ છે કે આ ઘટનામાં મરવા વાળા ભારતીય ઉમરાહ યાત્રી છે. જેમાં કેટલાંક હૈદરાબાદના પણ નિવાસી છે.
તેલંગાણા કચેરી તરફથી માહિતી એકત્રિત કરવાની સૂચના અપાઇ
તેલંગાણા મુખ્યમંત્રી કચેરી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને જણાવાયું છે કે મુખ્યમંત્રીએ તાત્કાલિક મુખ્ય સચિવ અને ડીજીપીને અકસ્માત સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. સાથે જ અકસ્માતમાં મૃત્યુ પામેલા કેટલા લોકો હૈદરાબાદના રહેવાસી હતા તેની પણ માહિતી એકત્રિત કરવાની કહેવામાં આવી છે. મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓને વિદેશ મંત્રાલય સાથે સંપર્ક સાધવા અને સાઉદી અરબ દૂતાવાસ પાસેથી માહિતી મેળવવાનું સૂચન કર્યું છે.
મુખ્ય સચિવના નિર્દેશ પર અધિકારીઓ માહિતી એકત્રિત કરી રહ્યા છે કે સાઉદી અરબમાં અકસ્માતનો ભોગ બનેલા કેટલા લોકો તેલંગાણાના હતા અને સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે જેથી પીડિત પરિવારોને માહિતી આપવામાં આવી શકે.
ટ્રાવેલ એજન્સીઓ અને દૂતાવાસ પાસેથી માગી જાણકારીઃ ઓવૈસી
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ સાઉદી અરબમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઓવૈસીએ જણાવ્યું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો છે અને સાઉદી અરબ ગયેલા હૈદરાબાદના લોકો સાથે જોડાયેલી સંબંધિત માહિતી માંગી છે. સાથે જ તેમણે રિયાધ સ્થિત દૂતાવાસ સાથે પણ સંપર્ક કર્યો છે. ઓવૈસીએ જણાવ્યું કે તેમણે રિયાધમાં આવેલા ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન, અબુ મેથ્યુ જૉર્જ સાથે પણ વાત કરી છે. જૉર્જે તેમને જણાવ્યુ કે તેઓ અકસ્માત સંબંધિત માહિતી એકત્ર કરી રહ્યા છે અને જલદી જ તેમની પાસે અપડેટ મોકલવામાં આવશે.










