હાલ વિશ્વના મોટા ભાગના એવા દેશો કે જે વિશ્વ ફલક પર શક્તિશાળી દેશ તરીકેની છાપ ધરાવે છે એ તમામ દેશો વચ્ચે કોઈના કોઈ બાબતે હાલ વર્ચસ્વ અને સત્તાની લડાઈ જોર કરી રહી છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ શાંત નથી થતાં ત્યાં હવે સીરિયા અને ઇઝરાયલની સરહદે તણખા જરવાના ચાલુ થઈ ગયા છે. સાઉદીના વિદેશ મંત્રાલયના નિવેદનમાં પણ આ ઘર્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


સીરિયન સેનાનો ઇઝરાયલની સરહદે હુમલો

આ આખે આખી ઘટના એક ઘર્ષણ અને ત્યાર બાદ તોફાને પકડેલા તૂત પછી શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ સીરિયામાં આવેલા એક પ્રાંતમાં કે જેનું નામ છે સ્વેઇદા છે ત્યાં રહેતા ડ્રુઝ અને બેદુઇન સમુદાયો વચ્ચે થોડા સમયથી ધર્મના નામે સાંપ્રદાયિક હિંસા અને ખેંચતાણ થઈ રહી છે. આ સાંપ્રદાયિક હિંસા આ પ્રાંતમાં એ હદની ઉગ્ર બની ગઈ કે બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થતાં અંદાજીત 100 લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. આ સ્વેઇદા પ્રાંત ઇઝરાયલની સરહદે છે જ્યાં ઇઝરાયલની સેના સીરિયન સેનાને વિસ્તારથી દૂર રાખવા માંગે છે.

સીરિયન સરકારી દળો પર ઇઝરાયલી હુમલાઓની નિંદા

સાઉદીના વિદેશ મંત્રાલયના નિવેદનમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે સ્વેઇદા પ્રાંતમાં થયેલી ઘાતક હિંસા કે જેમાં ડ્રુઝ રહેવાસીઓ અને ત્યાંનાં પ્રાંતિય આદિવાસી લડવૈયાઓ વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ જે તે વિસ્તારમાં સીરિયન સેનાએ લીધેલ કડક પગલાં એ વિસ્તારમાં ફરીવાર સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે ખુબજ જરૂરી પગલાં છે. ઇઝરાયલની સરહદે સીરિયન સેના સાથે ઘર્ષણ થયા બાદ આ નિવેદન સામે આવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે સાઉદી અરેબિયા સીરિયા માટે પ્રેમ ભાવ દેખાડી આગળ આવ્યું હોય. આ પેહલા પણ સાઉદી ક્રાઉન પ્રિન્સ સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શારા સાથે કુટુંબી ભાઈ જેવો વ્યવહાર કરતાં દેખાયા હતા. 

  • Follow us on: