ડ્રોન હુમલાઓના કારણે તેલ સુવિધાઓ ખોરવાઇ છે. હિઝબુલ્લાહ જેવા સંગઠનોએ હુમલા કરી પ્રદેશમાં તણાવ વધાર્યો છે.

શિયા આતંકવાદી જૂથનું સમર્થન

સાઉદી અરેબિયા માટે એક નવો ખતરો ઉભો થયો છે. આ ખતરો ઈરાકમાં ઈરાન સમર્થિત શિયા આતંકવાદી જૂથો તરફથી આવ્યો છે. જેમાં કટાઈબ હિઝબુલ્લાહ અને અસૈબ અહલ અલ-હકનો સમાવેશ થાય છે. આ આતંકવાદી સંગઠનોએ પાંચ અઠવાડિયામાં સાઉદી અરેબિયા પર લગભગ હજાર ડ્રોન હુમલા કર્યા છે. જેમાંથી લગભગ અડધા હુમલા ઈરાકી ભૂમિ પરથી કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં સાઉદી અરેબિયાની યાનબુ તેલ હબ રિફાઇનરી અને પૂર્વીય ક્ષેત્રમાં તેલ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.

આ સંગઠનોમાં અઢી લાખ લડવૈયા

આ આતંકવાદી સંગઠનોને ઈરાનની રણનીતિનો ભાગ માનવામાં આવે છે. ઈરાન પોતે તેના દુશ્મનો સામે ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં, લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઈરાકમાં આ જૂથો સંયુક્ત રીતે હુમલા કરી રહ્યા છે, જે ઈરાનની શક્તિમાં વધારો કરે છે. આ જૂથો ઈરાકમાં નોંધપાત્ર તાકાત ધરાવે છે. તેમની સંખ્યા ડઝનેકમાં છે અને લગભગ 2,50,000 લડવૈયાઓ છે. તેમની પાસે અબજો ડોલરનું ભંડોળ અને લાંબા અંતરની મિસાઈલો પણ છે.

ગલ્ફ દેશોનો આ સંગઠનો પર હુમલો

નિષ્ણાતો કહે છે કે, ઈરાન પર સીધો હુમલો કરવાને બદલે, ગલ્ફ દેશો હવે ઇરાકમાં આ આતંકવાદી સંગઠનોને નિશાન બનાવી શકે છે. સાઉદી અરેબિયા ઇરાકમાં નાના ચેતવણી હુમલાઓ કરી શકે છે. કુવૈત અને બહેરીન યુએસને તેમના પ્રદેશમાંથી હુમલાઓ કરવાની મંજૂરી આપી શકે છે. આ હુમલાઓથી ઇરાક અને ગલ્ફ દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ આતંકવાદી સંગઠનો ક્યારેક ઇરાકી સરકાર કરતાં વધુ શક્તિશાળી દેખાય છે, જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ Russia સાથેની હરીફાઇમાં Poland પર શેનો છે ખતરો?, જાણો

  • Follow us on: