ચીનના તિયાનજિનમાં શાંઘાઈ સમિટ (SCO) ના નેતાઓની બેઠક શરૂ થઈ ગઈ છે. દુનિયાભરની મહાશક્તિઓ અત્યારે તિયાનજિન શહેરમાં હાજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સત્તાવાર સોશિયલ મીડિયા સાઇટ X પર તિયાનજિનમાં SCO મીટિંગની ખાસ ક્ષણો શેર કરી છે. પુતિન અને જિનપિંગ સાથેની મુલાકાતની તસવીરો શેર કરી છે. સોમવારે SCO પ્લેટફોર્મ પર PM નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્પતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે દેખાયા. ત્રણેય અનૌપચારિક વાતચીત કરતા જોવા મળ્યા. આ દરમિયાન એક ખૂબ જ રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું.


[[$googlead]]

પાકિસ્તાન પણ SCOનો ભાગ હોવાથી, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ પણ આ સંમેલનમાં હાજરી આપવા આવ્યા છે.

[[$alsoread]]

પાકિસ્તાન પણ SCOનો ભાગ હોવાથી, પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ પણ આ સંમેલનમાં હાજરી આપવા આવ્યા છે. સોમવારે, સમિટના બીજા દિવસે, એક સમય એવો આવ્યો જ્યારે PM મોદી અને પુતિન એકબીજા સાથે વાત કરતા હોલમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન, શાહબાઝ શરીફ એક ખૂણામાં હાથ જોડીને એકલા ઉભા જોવા મળ્યા. ન તો કોઈ તેમની સાથે વાત કરી રહ્યું હતું અને ન તો કોઈ તેમની તરફ ધ્યાન આપી રહ્યું હતું. તેઓ ફક્ત વડાપ્રધાન મોદી અને પુતિનને ઝંખતી આંખોથી જોતા રહ્યા.

SCO દેશોની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલરની છે.

SCO સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતી વખતે, શી જિનપિંગે વૈશ્વિક વ્યવસ્થામાં 'ધાકધમકી અને દબાણ'ની વૃત્તિઓની ટીકા કરી. તમને જણાવી દઈએ કે વ્લાદિમીર પુતિન અને PM મોદી સહિત 20 થી વધુ દેશોના નેતાઓ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. શી જિનપિંગે SCO ની વધતી જતી વૈશ્વિક આર્થિક ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે સભ્ય દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થા $30 ટ્રિલિયનની નજીક પહોંચી ગઈ છે અને ચીનનું રોકાણ પહેલાથી જ $84 બિલિયનને વટાવી ગયું છે. 'બધા સભ્ય દેશો મિત્રો અને ભાગીદારો છે'

તમામ સભ્ય દેશ દોસ્ત અને ભાગીદાર છે

શી જિનપિંગે ખુબજ જલ્દીથી SCO ડેવલપમેન્ટ બેન્ક બનાવવા અને સુરક્ષા પડકારોનો સામનો કરવા એક નવી કેન્દ્રની સ્થાપના કરવાનું આહ્વવાહન કર્યુ છે, તેમણે કહ્યુ કે તમામ સભ્ય દેશ દોસ્ત અને ભાગીદાર છે, અંદરના મતભેદો દુર કરીને એક રાજનીતિક સંવાદ રચાવાની તેમજ એકતા જાળવી રાખવાની ખુબજ જરૂર છે. આનાથી વિવિધ સંસ્કૃતિઓ સમૃદ્ધિ અને એકતા તરફ આગળ વધી શકશે.


  • Follow us on: