SCO સમિટમાં અનેક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. SCO સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાવ શાહબાઝ શરીફ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ વાત થઇ.પુતિન સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે ભારતનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યુ કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહ્યુ કે પાકિસ્તાન રશિયા અને ભારતના સંબંધોનું સમ્માન કરે છે, પરંતુ સાથે જ તેમણે રશિયા-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની ઇચ્છા પણ બતાવી છે.


પાક પીએમે ભારતનો ઉલ્લેખ કરીને શું કહ્યુ?

શાહબાઝ શરીફે પૂતિનને કહ્યું, અમારા સંબંધો છેલ્લા કેટલાંક વર્ષોમાં સુધર્યા છે અને આ તમારી સહાયતા અને વિવિધ ક્ષેત્રોમાં રસના કારણે શક્ય બની શકે છે. હું આ સંબંધોને દ્રઢ રીતે વધુ મજબૂત કરવા ઈચ્છું છું. પીએમ શરીફે રશિયાથી મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને તેને પ્રદેશમાં એક સંતુલનયુક્ત ભૂમિકા તરીકે વ્યાખ્યાયિત કરી. તેમણે કહ્યું, અમે તમારા ભારત સાથેના સંબંધોનો આદર કરીએ છીએ અને એ સંપૂર્ણપણે યોગ્ય છે. પણ અમે પણ રશિયા સાથે મજબૂત સંબંધ સ્થાપિત કરવા માંગીએ છીએ, જે પ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પૂરક અને મદદરૂપ થશે.

બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ?

શાહબાઝ શરીફે જણાવ્યું કે હવે રશિયા અને પાકિસ્તાન સાચી દિશામાં આગળ વધી રહ્યાં છે. તેમણે વેપાર, ઊર્જા, કૃષિ, રોકાણ, સંરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાની ઈચ્છા વ્યક્ત કરી. આ દરમ્યાન રશિયન રાષ્ટ્રપતિ પૂતિને પણ બંને દેશો વચ્ચે વધતા સંબંધોની પ્રશંસા કરી અને કહ્યું કે SCO જેવા મંચો પર સહયોગ પ્રદેશ અને વૈશ્વિક સ્થિરતા માટે અત્યંત મહત્વનો છે. બંને નેતાઓએ દક્ષિણ એશિયા, અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ અને યુક્રેન સંઘર્ષ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. ઉપરાંત, તેમણે કાશ્મીર અને ફિલિસ્તીન જેવા વૈશ્વિક વિવાદોને લઈને પણ વિચાર વિમર્શ કર્યો.

શહબાઝ શરીફ જશે રશિયા

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે નવેમ્બરમાં રશિયાની યાત્રા કરવા અને SCOના પ્રમુખોની બેઠકમાં ભાગ લેવા માટે પૂતિનનું આમંત્રણ સ્વીકાર્યું. તેમણે જણાવ્યું, હું રશિયા જઈને ખૂબ આનંદ અનુભવીશ. આ મુલાકાત એ સૂચવે છે કે પાકિસ્તાન અને રશિયા વચ્ચેના સંબંધો હવે શીત યુદ્ધની તીવ્રતામાંથી નીકળી સહયોગની દિશામાં આગળ વધી રહ્યાં છે અને આવતા વર્ષોમાં આ સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.

  • Follow us on: