બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને અદાલતની અવગણના કરવા બદલ 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં આ વાતની જાણકારી સામે આવી છે. ધ ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ આ નિર્ણય જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુદા મોજુમદારની અધ્યક્ષતા વાળી ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ-1ની 3 સભ્યો વાળી બેંચએ આ નિર્ણય સંભળાવ્યો છે. શેખ હસીનાની સાથે સાથે ટ્રિબ્યુનલના ગૈબાંધાના ગોવિંદરાજના શકીલ અકંદ બુલબુલને પણ 2 મહિના જેલની સજા સંભળાવી છે.
શું છે મામલો ?
શેખ હસીના વિરુદ્ધ તિરસ્કારનો મામલો ગત વર્ષે ઓક્ટોબરમાં કથિત રીતે શકીલ અકંદ બુલબુ સાથે તેમના દ્વારા કરવામાં આવેલા લીક થયેલા ફોન કોલથી જોડાયેલો હતો. આ ઓડિયોમાં હસીનાના રૂપે ઓળખાનાર એક અવાજ કથિત રીતે એમ કહેતી સાંભળવા મળે છે કે મારા વિરુદ્ધ 227 મામલા દાખલ કરાયા છે. આથી મને 227 લોકોને મારવાનુ લાઇસન્સ મળી ગયુ છે. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આ નિવેદન કોર્ટના તિરસ્કાર સમાન છે. કારણ કે તે ન્યાયિક પ્રક્રિયાને જોખમમાં મૂકે છે અને દેશમાં મોટા પાયે થયેલા બળવાને લગતા ચાલી રહેલા કેસોમાં સામેલ લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે.
આવુ પહેલીવાર છે જ્યારે પદ પર ન હોય તેવા અવામી લીગના લીડર શેખ હસીનાને લગભગ એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગ્યા બાદ આ મામલે સજા સંભળાવી છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન અને અવામી લીગ સરકાર પડી જતા શેખ હસીન ઓગષ્ટ 2024માં ભારત પહોંચ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રહી રહ્યા છે.










