બાંગ્લાદેશમાં આજે અપદસ્થ પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામેના કેસમાં ન્યાયાધિકરણ પોતાનો ચુકાદો જાહેર કરી દીધો છે. સમગ્ર વિશ્વની નજરો આ મામલે હતી, કારણ કે સરકારી વકીલોએ ફાંસીની માંગ કરી છે. ત્યારે બાંગ્લાદેશ હિંસા કેસ મામલે મોટો નિર્ણય સામે આવ્યો છે.શેખ હસીનાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે પાંચ માનવતા વિરુદ્ધ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. માનવતા વિરુદ્ધ ગુનામાં તેમને ફાંસી આપવામાં આવશે.
શેખ હસીનાને ફાંસીની સજા
આપને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રીએ ગયા વર્ષે સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતાના વિરુદ્ધના ગુનાઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. કાયદા વ્યવસ્થાને લગતી ચિંતાઓ વચ્ચે સેના અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (BGB)ને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.આઇસીટીએ હાલમાં જ નિર્ણય સંભળાવ્યો છે કે શેખ હસીના દોષિત જાહેર થયા છે અને તેમને ફાંસીની સજા આપવામાં આવશે. જેને લઇને બાંગ્લાદેશમાં હાલ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી
બાંગ્લાદેશની અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાને માનવતાના વિરુદ્ધના ગુનાઓના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. વિશેષ અદાલતે પૂર્વ પ્રધાનમંત્રીએ ફાંસીની સજા સંભળાવી છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુનો ન્યાયાધિકરણે માનવતાના વિરુદ્ધના ગુનાઓના કેસમાં શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અસદ્દુજ્જમાન ખાન કમાલ અને પૂર્વ IGP ચૌધરી અબ્દુલ્લા અલ મામૂનના વિરુદ્ધ સુનાવણી પૂર્ણ કરીને સજા જાહેર કરી છે. અદાલતના આ નિર્ણયને લઇને બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
અભિયોજન પક્ષે શેખ હસીનાને ફાંસીની સજાની કરી હતી માગ
શેખ હસીના અને અન્ય પર આરોપ છે કે તેમની આગેવાનીમાં જુલાઈ 2023ની સુરક્ષા કાર્યવાહી દરમિયાન 1400 લોકો માર્યા ગયા હતા. અભિયોજન પક્ષે શેખ હસીનાને માસ્ટરમાઈન્ડ ગણાવી ફાંસી ની સજા માગી છે. બીજી તરફ શેખ હસીના અને તેમની પાર્ટીનો દાવો છે કે રાજકીય બદલો લેવા માટે તેમના સામે આ કેસો નોંધાયા છે. અને આજે તેમની માગ પૂર્ણ થઇ છે. અપદસ્થ પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી છે.