રશિયા-યુક્રેન યુદ્ધ કાળા સમુદ્રમાં અશાંતિનું કારણ બન્યુ છે. અને હવે ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધાર્યો છે.
સમુદ્રમાં વધાર્યુ પેટ્રોલિંગ
હાલમાં, વિશ્વભરના વિવિધ દેશોમાં અશાંતિ ફેલાઈ રહી છે. દરમિયાન, ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં તેની પેટ્રોલિંગ વધારી દીધી છે. ચીની પેટ્રોલિંગ ટીમો સમુદ્ર અને હવા દ્વારા વિવાદિત વિસ્તારોમાં પ્રવેશ કરી, જેના કારણે ફિલિપાઇન્સમાં તણાવ વધ્યો છે. સમુદ્રના આ વિસ્તારમાં ચીનના પ્રવેશથી ફિલિપાઇન્સ ગભરાયુ છે. તે ફક્ત આ વિસ્તારમાં તેના જહાજો અને વિમાનો તૈનાત કરી રહ્યું નથી. પરંતુ તેણે ફિલિપાઇન્સને ખુલ્લેઆમ પડકાર પણ આપ્યો છે.
ફિલિપાઇન્સને ચીનનો ખુલ્લો ખતરો
ચીની પીપલ્સ લિબરેશન આર્મીના સધર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા અને વરિષ્ઠ નૌકાદળ અધિકારી કર્નલ ઝાઈ શિચેને જણાવ્યું હતું કે ફિલિપાઇન્સ વિદેશી દેશો સાથે કહેવાતા સંયુક્ત પેટ્રોલિંગ કરી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચીની સૈન્ય તેની દરિયાઈ સીમાઓ, પ્રાદેશિક સાર્વભૌમત્વ અને દરિયાઈ અધિકારોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે ચીન આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે.
શું છે સમગ્ર મામલો?
ચીન લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર દાવો કરે છે. જો કે, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને તાઇવાન સહિત અન્ય ઘણા દેશો પણ આ દરિયાઈ વિસ્તારના કેટલાક ભાગો પર દાવા ધરાવે છે. 2016 માં, એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ટ્રિબ્યુનલે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને કાયદેસર રીતે પાયાવિહોણા જાહેર કર્યા. જો કે, ચીને તે નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને આજ સુધી તેનો દાવો જાળવી રાખ્યો છે. પરિણામે, દક્ષિણ ચીન સમુદ્ર લાંબા સમયથી એશિયાના સૌથી સંવેદનશીલ અને વિવાદિત વિસ્તારોમાંનો એક રહ્યો છે.
આ પણ વાંચોઃ ઓડેસા બંદર પર ભારતીય નાવિકો ધરાવતા જહાજ પર હુમલો, ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી
