હાઉસિંગ કટોકટી અને આસમાને પહોંચેલી મોંઘવારીના વિરોધમાં સ્પેનમાં 14 વર્ષ બાદ પ્રથમ વખત દેશવ્યાપી સામાન્ય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. દેશના મુખ્ય મજૂર સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી આ હડતાળમાં લાખો લોકો જોડાતા સમગ્ર દેશમાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. રાજધાની મેડ્રિડમાં આશરે 1,20,000 અને બાર્સેલોનામાં 50,000 થી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેના કારણે ટ્રાફિક અને જાહેર સેવાઓમાં ભારે વિક્ષેપ પડ્યો છે.
બાર્સેલોનામાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ
દિવસ દરમિયાન મોટાભાગે શાંતિપૂર્ણ રહેલું આ પ્રદર્શન બુધવારે સાંજે બાર્સેલોનામાં હિંસક બન્યું હતું. મધ્ય બાર્સેલોનાના પ્લાકા ડી કેટાલુનિયા અને પાસેગ ડી ગ્રેસિયા વિસ્તારમાં માસ્ક પહેરેલા કેટલાક જૂથોએ કચરાપેટીઓમાં આગ લગાવી હતી અને દુકાનોની બારીઓમાં તોડફોડ કરી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, તોફાની તત્વોએ પોલીસ પર ફટાકડા ફેંક્યા હતા, રિયલ એસ્ટેટ ઓફિસોને નિશાન બનાવી હતી તેમજ લેગો અને એપલ સ્ટોર જેવી દુકાનોમાં લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને ડઝનેક લોકોની ધરપકડ કરી હતી.
https://x.com/volkova_ma57183/status/2120621177219449133?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120621177219449133%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
