દક્ષિણી શ્રીલંકાના ઉવા પ્રાંતના બાદુલ્લા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 15 લોકાના મોતના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં 15 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુરૂવારે સ્થાનિક સમયાનુસાર રાત્રિના આશરે 9ની આસપાસ દક્ષિણી શહેરના તાંગાલેથી 30 થી વધારે લોકોનો એક સમૂહ પિકનિક મનાવવા નીકળ્યો હતો. ત્યારે જ તેમની બસ એલા શહેરમાં 1000 ફૂટ નીચે ઉંડી ખીણમાં ખાબકી.
સામે આવી રહેલી જીપ સાથે અથડાઇ બસ
મળતી માહિતી પ્રમાણે શ્રીલંકામાં એક મોટી બસ દુર્ઘટના ઘટી છે. એક બસ 1000 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી જેમાં 15 લોકોના મોત નીપજપ્યા છે અને અન્યા 15 લોકો ઘાયલ પણ થવાની વાત સામે આવી છે. દક્ષિણી શહેરના તાંગાલેથી 30 થી વધારે લોકોનો એક સમૂહ પિકનિક મનાવવા નીકળ્યો હતો. ત્યારે જ તેમની બસ એલા શહેરમાં 1000 ફૂટ નીચે ઉંડી ખીણમાં ખાબકી. જાણકારી પ્રમાણે બસ માર્ગની રેલિંગ સાથે અથડાવવાથી નીચે પડવાનું કારણ સામે આવ્યુ. મૃતકોમાં મહિલાઓ વધુ સામેલ છે. તે દરેક તાંગાલે શહેરના કાઉન્સિલની કર્મચારી હોવાની વાત સામે આવી છે.










