અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લક્કી મારવત જિલ્લામાં આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી વાહનમાં વિસ્ફોટ કર્યો હતો.
ફાટક ચોક પર બોમ્બ વિસ્ફોટ
જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં સવાર આત્મઘાતી બોમ્બરે નૌરંગ બજારમાં ફાટક ચોક પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. હુમલા બાદ, હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી અને તમામ તબીબી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઠ મૃતકોમાં બે ટ્રાફિક પોલીસ અને એક મહિલાનો સમાવેશ થાય છે.
દર્દીઓની હાલત ગંભીર
અગાઉ, ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના એક ભીડભાડવાળા બજારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વાના નૌરંગ બજારમાં થયો હતો. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ મોહમ્મદ ઇશાકે જણાવ્યું હતું કે, વિસ્ફોટ પછી 37 દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ઘાયલ થયેલા કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. વિસ્ફોટ પછી કટોકટી કાર્યકરોએ વિસ્તારમાં બચાવ કામગીરી ચાલુ રાખી હતી, જ્યારે સુરક્ષા અધિકારીઓએ ઘટનાસ્થળે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ Iranના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે, 18મી BRICS સમિટ માટે રિહર્સલ કરાઇ શરુ
