અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેક્સ લગાવ્યો છે, એટલે કે હવે કુલ ટેરિફ 50% લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે અમેરિકી સરકાર દ્વારા જણાવાયું હતું કે રશિયાથી તેલ ખરીદ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં આ પહેલી વાર નથી કે ભારત પર અમેરિકા ટેક્સ લગાવી રહ્યું છે. અગાઉ પણ સ્ટીલ અને એલ્યુમિનિયમ કે ડિજિટલ ટેક્સના બહાને ભારત પર ભારે ટેરિફ લગાડવામાં આવ્યો છે. આવો જાણીએ કે ક્યારેય અને કેવી રીતે ભારત પર અમેરિકાએ ટેક્સ લગાવ્યો હતો.

ક્યારે-ક્યારે ટેક્સ લાગ્યો?
1. 1970–1990
આ સમયગાળામાં ભારત સમાજવાદી અને આત્મનિર્ભર આર્થિક નીતિઓમાં વ્યસ્ત હતું. તે સમયે અમેરિકા સાથે ઘણો ઓછો વેપાર હતો અને કોઈ મોટો ટેરિફ લાગ્યો નહોતો. તેમ છતાં, ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન જેવી પ્રાથમિકતાઓ પૂરી રીતે મળતી નહોતી.

2. 2007–2008
જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનકાળમાં પણ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો હતો. ભારતના ટેક્સટાઇલ અને ફાર્મા એક્સપોર્ટમાં વધારો થયો હતો.જેના કારણે અમેરિકન ઉદ્યોગ જૂથોએ દબાણ બનાવ્યું અને ટેરિફ લાગુ પડ્યો. આ સમયગાળામાં પણ મોટા ટેક્સ ન લાગ્યો.

3. 2017–2019
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ખાસ કરીને 2018માં, સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી. ટ્રમ્પના America First એજન્ડા અને ટ્રેડ ડેફિસિટ ઘટાડવાના ઉદ્દેશ્ય હેઠળ આ પગલાં લેવાયા હતા. ત્યારે ભારતમાં પણ અમેરિકન ઉત્પાદનો જેમ કે સફરજન, બદામ, અખરોટ, કાજુ પર રિટેલિએટરી ટેરિફ લગાવવામાં આવ્યા હતા.

4. 2020–2021
ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેનો ટ્રાન્ઝિશન સમયગાળો અને કોવિડ-19 પીરિયડ. તે સમયમાં ડિજિટલ સેવાઓ પર વિવાદ થયો હતો. ભારતમાં વિદેશી ડિજિટલ કંપનીઓ પર ઇક્વલાઇઝેશન લેવી લગાવાઈ. જેને અમેરિકા દ્વારા ભેદભાવભર્યું ડિજિટલ ટેક્સ ગણવામાં આવ્યું. ત્યારબાદ અમેરિકાએ જવાબી ટેરિફની ધમકી આપી હતી. પણ કોઈ ઔપચારિક ટેરિફ લાગુ ન થયો.પરંતુ તણાવ યથાવત રહ્યો.

5. 2023
જો બાઇડનના કાર્યકાળમાં ટેરિફ ન વધારવામાં આવ્યો. બદલામાં ભારત સાથે વેપાર સુધારવા તરફ નીતિ અપનાવવામાં આવી. Indo-Pacific Economic Framework મારફતે સપ્લાય ચેન, ડિજિટલ વેપાર અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહકાર વધારવાનો પ્રયાસ થયો. જોઇએ તો ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં વારંવાર તણાવ જોવા મળ્યો છે, ખાસ કરીને રશિયા, ડિજિટલ ટેક્સ અને ટ્રેડ ડેફિસિટ જેવા મુદ્દાઓને લઈને.

  • Follow us on: