અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વધતા તણાવ વચ્ચે ભારતનો મિત્ર રશિયા ફરી એક વખત આગળ આવ્યું છે. હકીકતમાં ભારત અને રશિયા નેતૃત્વ વાળો યુરોપિયન સંઘ (EAEU) વચ્ચે મુક્ત વેપાર કરાર એટલે કે FTAઅંગે વાતચીત શરૂ થઈ ગઈ છે. બુધવારના રોજ બંને પક્ષોએ ટર્મ્સ ઑફ રેફરન્સ પર હસ્તાક્ષર પણ કર્યા. આ કરાર ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરના મોસ્કો પ્રવાસ દરમિયાન ભારતના વાણિજ્ય વિભાગના વધારાના સચિવ અજય ભાડૂ અને EAEUના વેપાર નીતિ વિભાગના ઉપનિર્દેશક મિખાઈલ ચેરેકેવ વચ્ચે થયો હતો.

આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ મળશે
આ અવસરે બંને પક્ષોએ વાતચીતની ઔપચારિક શરૂઆત માટેની રૂપરેખા અને ભવિષ્યના સંગઠનાત્મક વ્યવસ્થાઓ પર ચર્ચા કરી. EAEUના વેપાર મંત્રી આંદ્રેય સ્લેપનેવ સાથે મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે આ કરાર ભારત અને યુરેશિયન દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈ આપશે.

યુરેશિયન આર્થિક સંઘમાં કોણ-કોણ દેશ છે સામેલ?
યુરેશિયન આર્થિક સંઘ (EAEU) એ યુરેશિયામાં આવેલા પાંચ ભૂતપૂર્વ સોવિયત રાષ્ટ્રોનો આર્થિક સંઘ છે. તેના સભ્ય દેશો છે જેમાં આર્મેનિયા, રશિયા, બેલારૂસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન સામેલ છે. રશિયાની આગેવાની હેઠળના EAEU સાથે FTA માટે વાતચીત શરૂ થવાને મહત્વપૂર્ણ માને છે. સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે ભારત તેના નિકાસ બજારોમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

2024માં 69 અબજ ડોલરનો વેપાર
મળતી માહિતી પ્રમાણે ભારત અને EAEU વચ્ચે 2024માં 69 અબજ ડોલરનો વેપાર થયો હતો. જે 2023ની તુલનામાં 7% વધારે છે. લગભગ 6.5 ટ્રિલિયન ડોલર જીડીપી ધરાવતા આ જૂથ સાથે FTA થવાથી ભારતને નવા બજારો સુધી પહોંચવા અને રોકાણમાં વધારો થવાની આશા છે.

  • Follow us on: