અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા ઓઇલ આયાતને લઇને 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ હજુ પણ સેકન્ડરી સેક્શન લગાવવાનો સંકેત આપ્યો છે. ભારતે આ પગલાંને દુર્ભાગ્ય પૂર્ણ અને રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ ગણાવ્યુ છે. જોકે ટ્રમ્પ સરકાર આને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મામલો માની રહ્યુ છે. જ્યાં ભારત પર યુક્રેનમાં રશિયન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પના વધુ ટેરિફ લગાવાવના સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ સેકન્ડરી સેક્શન્સ લગાવવાના સંકેત આપ્યા છે. તેમનનુંઆ નિવેદન ત્યારે આવ્યું જ્યારે સ્થાનિક સમય પ્રમાણે માત્ર 8 કલાક પહેલાં જ તેમણે ભારત પર 25 ટકાવધારાના ટેરિફનો એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કે ચીન જેવા અન્ય દેશો પણ તો રશિયન તેલ આયાત કરે છે, છતાં ભારત પર વધારાનો ટેરિફ શા માટે? ટ્રમ્પે જવાબ આપ્યો, "હજી તો માત્ર 8 કલાક જ થયા છે. જોજો હજુ આગળ શું થાય છે. તમને હજુ ઘણું જોવા મળશે. તમને ઘણા સેકન્ડરી સેક્શન્સ જોવા મળશે.એટલે કે હજુ વધુ ટેરિફ લગાવવાને લઇને સંકેત આપ્યા છે.

અન્ય દેશો પર પણ વધુ ટેરિફના સંકેત
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર પણ સેકન્ડરી સેક્શન્સ લગાવવાની વાત કરી છે. તેમણે તેમના નિવેદનમાં કહ્યું, અમે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. જે રશિયન તેલ ખરીદવા મામલે ચીન પછી બીજાં સ્થાને છે.જ્યારે પત્રકારે પૂછ્યું કે શું તમે ચીન પર પણ ભારતની જેમ વધુ ટેરિફ લગાવવા જઈ રહ્યા છો? તો ટ્રમ્પે જવાબ આપ્યો કે અમે ભારત સાથે કરેલું છે. ઘણા અન્ય દેશો પર પણ એ લાગુ પાડ્યું છે. તેમાં ચીન પણ હોઈ શકે છે.

રશિયાને યુદ્ધ માટે ફંડ પૂરૂ પાડવાનો આરોપ
ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે ભારતે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા ઇનકાર કર્યો છે જે અમેરિકા માટે નેશનલ સિક્યોરિટીનો મુદ્દો છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે ખુદ ભારત પર યુક્રેનમાં રશિયન યુદ્ધને અસરકારક રીતે ફંડ કરવાની બાબતમાં આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, ભારત રશિયાના યુદ્ધની મશીનરીને ઈંધણ પુરું પાડી રહ્યા છે.

  • Follow us on: