ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે સારાં સંબંધની વાતો વચ્ચે 25 ટકા ટેરિફ લાદ્યો છે. આ સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર ભારત કરતા ઓછો ટેરિફ લાદવાને કારણે નિષ્ણાંતોના મનમાં પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. થોડાં દિવસ પહેલાં ટ્રમ્પના રશિયા પાસે ઓઇલ ન ખરીદવાની વાતને લઇને પણ નિવેદન આપ્યુ હતુ. જેનો ભારતે યોગ્ય જવાબ પણ આપ્યો છે. પરંતુ રશિયા પાસેથી તેલની ખરીદી પર ટ્રમ્પની ધમકીથી ભારતને 20-30 બિલિયન ડોલરનુ નુકસાન થઇ શકે છે. માત્ર ભારત જ નહીં ચીન પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, તો ટ્રમ્પનુ ધ્યાન માત્ર ભારત પર જ કેન્દ્રિત કેમ છે.


ચીન પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદે જ છે

ટ્રમ્પના રશિયા પાસેથી ઓઇલ ન ખરીદવાની વાતને લઇને નિષ્ણાંત રોબિંદર સચદેવે સવાલ ઉઠાવ્યો છે કે ટ્રમ્પ ચીન પર ભારત જેટલો દબાવ કેમ નથી નાંખી રહ્યા કારણે કે ચીન પર રશિયા પાસેથી એટલું જ ઓઇલ ખરીદે છે. તેમણે કહ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ વારં વાર ભારત અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની વાતોને વાગોળે છે અને આ વાતને લઇને ભારત તેમના ટાર્ગેટ પર છે. કદાચ એ વાત પણ સંભવ નથી કે ભારત પરનો ટેરિફ ઓછો થઇ શકે.

ટ્રમ્પે ભારતને શું ધમકી આપી?

ટ્રમ્પે સોમવારે એક નિવેદન આપ્યુ હતુ જેમાં ભારતને ધમકી આપતા કહ્યુ હતુ કે અમેરિકા મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદવા માટે ભારત દ્વારા ચૂકવવામાં આવતા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરશે.તેમણે એમ પણ કહ્યુ કે ભારત તરફથી મોસ્કો પાસેથી ખરીદવામાં આવતુ ઓઇલ ઓપન માર્કેટમાં વધારે નફા સાથે વેચાય છે. એ વાતની સહેજ પણ પડી નથી કે રશિયાન મશીન યુક્રેનમાં કેટલાં લોકોને મારી રહ્યુ છે. આ કારણે જ ભારત તરફથી અમેરિકાને ચૂકવવમાં આવતા ટેરિફમાં ઘણો વધારો કરીશ. 

  • Follow us on: