માઈક્રોસોફ્ટની સમસ્યાથઈ સ્પાઈસજેટે દિલ્હીથી ત્રણ ફ્લાઇટ્સ રદ કરી છે. અન્ય એરલાઇન્સને હજુ સુધી કોઈ વિક્ષેપનો અનુભવ થયો નથી.
માઈક્રોસોફ્ટ સર્વર આઉટેજ
ટેક્નોલોજી જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. દુનિયાભરમાં ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટનું સર્વર અચાનક ઠપ થઈ જવાથી હલચલ મચી ગઈ છે. માઈક્રોસોફ્ટની આ વૈશ્વિક ટેક્નોલોજીકલ ખામીની સીધી અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં આ આઉટેજની સૌથી ગંભીર અસર એરલાઇન સેવાઓ પર પડી છે. જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્પાઇસજેટની ત્રણ ફ્લાઇટ્સ રદ
માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી આ ખામીના કારણે એરલાઇન કંપની 'સ્પાઇસજેટ'ની કામગીરી પર ભારે અસર પડી છે. સ્પાઇસજેટે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થનારી પોતાની ત્રણ મહત્વપૂર્ણ ઉડાનો તાત્કાલિક ધોરણે રદ કરવી પડી છે. આ ઉપરાંત અન્ય બે ફ્લાઇટ્સ મોડી ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી અન્ય મુખ્ય એરલાઇન્સ કંપનીઓની સેવાઓમાં કોઈ મોટો વ્યવધાન જોવા મળ્યો નથી.
આ પણ વાંચોઃ તુર્કી અને લીબિયાની મેરિટાઇમ ડીલ સામે અમેરિકા-ઇઝરાઇલનો વિરોધ, જાણો શુ છે કારણ?
