આ પરિસ્થિતિ વચ્ચે, ટેક ઉદ્યોગના ત્રણ દિગ્ગજો AI વિકાસની ગતિ ધીમી કરવાની જરૂરિયાત પર સંમત થયા છે.
AIના ઝડપી વિકાસને નિયંત્રિત કરવાની સલાહ
Anthropicના ડેરિયો એમોડેઈએ AIના ઝડપી વિકાસને નિયંત્રિત કરવાની સલાહ આપી છે. તેમણે સુરક્ષા તપાસમાં વધારો કરવા, સ્વતંત્ર મૂલ્યાંકનકારોની નિમણૂક કરવા અને વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ સાધવાની હાકલ કરી છે. સેમ અલ્ટમેન અને એલન મસ્કે પણ એમોડેઈના પ્રસ્તાવ સાથે સહમતિ દર્શાવી છે. તેઓ માને છે કે હવે આ ટેક્નોલોજીના વિકાસની ગતિ ધીમી કરવાનો સમય આવી ગયો છે.
https://twitter.com/sama/status/2098811563415150910
ડેરિયો એમોડેઈની સોશિયલ મીડિયા પોસ્ટ
Anthropicના CEO ડેરિયો એમોડેઈએ AI કંપનીઓને હાલમાં ચાલી રહેલા ઝડપી તકનીકી વિકાસ પર લગામ લગાવવા વિનંતી કરી છે. OpenAIના CEO સેમ અલ્ટમેન અને xAIના વડા એલન મસ્કે પણ આ અભિગમને સમર્થન આપ્યું છે. એમોડેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, જેમ જેમ AI મોડલ્સની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે. તેમ તેમ કંપનીઓને સુરક્ષા પગલાં મજબૂત કરવા માટે વધુ સમયની જરૂર છે.
સ્વતંત્ર મૂલ્યાંકનકારોની નિમણૂકનો પ્રસ્તાવ
એમોડેઈએ મુખ્ય AI કંપનીઓમાં સુરક્ષા મૂલ્યાંકન કરવા માટે સ્વતંત્ર મૂલ્યાંકનકારોની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમને કર્મચારીઓ જેવી જ ઍક્સેસ (માહિતી અને સિસ્ટમ સુધી પહોંચ) આપવામાં આવે. તેમણે અનિયંત્રિત વિકાસને રોકવા માટે AI કંપનીઓ વચ્ચે બહેતર સંકલન અને વૈશ્વિક સહયોગ વધારવાની હિમાયત કરી હતી. એમોડેઈએ લખ્યું હતુ કે, આપણે AI મોડલની ક્ષમતાઓમાં સુધારો કરવાની ગતિ ધીમી કરવાની જરૂર છે. વિકાસ હજુ પણ ઝડપી જણાશે, પરંતુ આપણી પાસે જે સમય છે તેનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
https://twitter.com/elonmusk/status/2098789109980332057
AIના દુરુપયોગ અંગે વધી ચિંતાઓ
ડેરિયોનો આ પ્રસ્તાવ, Anthropic દ્વારા બહાર પાડવામાં આવેલા 'થ્રેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ' બાદ આવ્યો છે. આ અહેવાલમાં ખુલાસો થયો હતો કે અમુક તત્વોએ શસ્ત્રોનું ઉત્પાદન, સાયબર હુમલા, દેખરેખ અને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ માટે AI મોડલ્સનો ઉપયોગ કર્યો હતો. એમોડેઈએ ચેતવણી આપી હતી કે, ઝડપથી વિકસતા AI મોડલ્સ ટૂંક સમયમાં જ સ્વ-સંચાલિત સિસ્ટમ્સના સમૂહને જન્મ આપી શકે છે. જે ભારે નુકસાન પહોંચાડવા માટે સક્ષમ હોય. તેમણે લખ્યું છે કે, મને ડર છે કે આગામી 6 થી 12 મહિનામાં, આવા ટોળા સમગ્ર ઇન્ટરનેટ પર કબજો કરી શકે છે. જેનાથી સેંકડો અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે.
ડેટા ચોરી પર કડક નિયંત્રણો લાવવાની હાકલ
એમોડેઈએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ AI તાલીમ અથવા તકનીકી વિકાસને સંપૂર્ણપણે રોકવાનું કહી રહ્યા નથી. તેમણે લોકશાહી દેશોમાં AI પ્રગતિની ગતિને ચીન સાથે ચાલી રહેલી સ્પર્ધા સાથે જોડી, ચેતવણી આપી કે ચીન AIમાં ટોચનું સ્થાન મેળવવાથી યુનાઇટેડ સ્ટેટ્સ માટે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે. તેથી, લોકશાહી રાષ્ટ્રોએ તેમની આગેવાની જાળવી રાખીને ગતિ ધીમી કરવી જોઈએ. તેમણે ચીનને સ્પર્ધાત્મક ફાયદો મેળવતા અટકાવવા માટે અદ્યતન AI ચિપ્સ અને મોડેલ ડેટાની ચોરી પર કડક નિયંત્રણો લાવવાની હાકલ કરી હતી.
આ પણ વાંચોઃ બરાક ઓબામાએ AI વિશે વ્યક્ત કરી ચિંતા, જાણો શુ કહ્યુ?
