યુએસ એજન્સીઓને શંકા છે કે એલિસ ચીન માટે જાસૂસી કરી રહી હતી. આ ખુલાસા બાદ, કંપનીએ તપાસ શરૂ કરી છે.
જેન્સન હુઆંગ ચર્ચામાં
વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક Nvidiaના CEO જેન્સન હુઆંગ ચર્ચામાં આવ્યા છે. તેમનું નામ ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ સાથે જોડાયું છે. યુએસ તપાસ એજન્સીઓને શંકા છે કે જેન્સનની ગર્લફ્રેન્ડ એલિસ ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હતી. એવો આરોપ છે કે, ચીને તેણીને જેન્સન હુઆંગ પાસેથી માહિતી એકત્રિત કરવા અને Nvidiaની ચિપ વેચાણ નીતિને પ્રભાવિત કરવા માટે તૈયાર કરી હતી. આ ખુલાસા બાદ, Nvidiaના બોર્ડે તપાસ કરતા Jenson Huangએ પણ તેની પત્ની સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે.
કોણ છે એલિસ હુઆંગ ?
Lice Huangને Huang Le તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ચીની નાગરિક છે અને સિંગાપોર સ્થિત કંપની Megaspeedમાં ઉચ્ચ પદ પર રહી છે. Nvidiaના CEO જેન્સન હુઆંગ સાથે તેનો કોઈ પારિવારિક સંબંધ નથી. ચીનના ખાનગી રોકાણ ભંડોળ ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતી અનુસાર એલિસ અગાઉ હુનાન ટીવી અને રાજ્ય સંચાલિત CCTV ચેનલ માટે રિપોર્ટર હતી. ત્યારબાદ તેણીએ HSBC ખાતે ખાનગી બેંકિંગ વિભાગના વડાના સહાયક તરીકે કામ કર્યું હતુ. પછીથી તેણી CITIC સિક્યોરિટીઝમાં ઉપપ્રમુખ બની હતી.
જેન્સન હુઆંગ સાથે કેવી રીતે જોડાયું નામ ?
જૂન 2024માં, તાઇવાનના તાઇપેઇમાં એક બારમાં એલિસ અને જેન્સનનો ફોટો સામે આવ્યો હતો. તેઓ ત્યાં ગીગાબાઇટ અને નેટથંડરના અધિકારીઓ સાથે હાજર હતા. મે 2025માં, એલિસને તાઇપેઇમાં એક રેસ્ટોરન્ટની બહાર જેન્સનની પાછળ ઉભી જોવા મળી હતી. યુએસ અધિકારીઓને શંકા છે કે ચીનની ગુપ્તચર એજન્સીએ એલિસને જેન્સન પાસેથી માહિતી એકત્રિત કરવા માટે તૈયાર કરી હતી. ચીનનો હેતુ Nvidia ની ચીનને એડવાન્સ્ડ ચિપ્સ વેચવાની નીતિને પ્રભાવિત કરવાનો પણ હોઈ શકે છે.
$4.8 બિલિયનની ચિપ ખરીદીની શંકા
મેગાસ્પીડે છેલ્લા બે વર્ષમાં $4.8 બિલિયનથી વધુ મૂલ્યની Nvidia ચિપ્સ ખરીદી છે. કંપની દક્ષિણપૂર્વ એશિયામાં Nvidiaના સૌથી મોટા ગ્રાહકોમાંની એક છે. તેના વ્યવસાયિક મૂળ ચીની ગેમિંગ કંપની 7Road સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. યુએસ પ્રમુખ જો બિડેનના કાર્યકાળ દરમિયાન ચીનને એડવાન્સ્ડ ચિપ્સ વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી, જેન્સન હુઆંગે આ પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી.
ટ્રમ્પ અને રુબિયોએ શું કહ્યું?
31 ઓક્ટોબરના રોજ, ટ્રમ્પે આ બાબતને ખૂબ જ જટિલ ગણાવી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા જેન્સનને પ્રામાણિક માનતા આવ્યા છે અને વહીવટીતંત્ર આ બાબતની ગંભીરતાથી તપાસ કરશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ કહ્યું કે તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરી શકતા નથી, તેને Nvidiaનો આંતરિક મામલો ગણાવ્યો હતો. Nvidiaએ ઓગસ્ટમાં $59.69 બિલિયનનો ત્રિમાસિક નફો નોંધાવ્યો હતો. કંપનીના બોર્ડે જેન્સનની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે. જેન્સન તપાસમાં સહકાર આપશે અને સીઈઓ રહેશે. દરમિયાન, ચીને જાસૂસીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પણ વાંચોઃ
