આજના ડિજિટલ યુગમાં જ્યારે મનોરંજન અને માહિતી માટે યુટ્યુબ (YouTube) પર નિર્ભરતા વધી છે, ત્યારે અચાનક સર્વર ઠપ્પ થતા લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આજે શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 ના રોજ વિશ્વના અનેક ભાગોમાં યુટ્યુબની સેવાઓ ખોરવાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
વિશ્વના સૌથી મોટા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબમાં આજે વહેલી સવારથી ટેકનિકલ ખામી સર્જાઈ છે. 'ડાઉનડિટેક્ટર' (Downdetector) ના રિપોર્ટ અનુસાર, હજારો યુઝર્સે ફરિયાદ કરી છે કે, તેઓ વિડિયો પ્લે કરી શકતા નથી. ઘણા યુઝર્સને લોગ-ઈન કરવામાં સમસ્યા થઈ રહી છે, તો કેટલાક માટે હોમ પેજ જ લોડ નથી થઈ રહ્યું.
