ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયંકર બસ અકસ્માતની ઘટના બની છે. અહીં બસ પલટી જવાને કારણે 21 લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે આ સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. ફાર્સ વિસ્તારના આપત્તિ સંગઠનના પ્રમુખે જણાવ્યું કે પ્રાંતની રાજધાની શિરાજના દક્ષિણમાં બનેલી આ દુર્ઘટનામાં 34 લોકો ઘાયલ થયા છે. 


આબેદે જણાવ્યું હતું કે બચાવ અભિયાન શરૂ કરી દેવાયું છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન અને તપાસ પુરી થયા બાદ જ ચોક્ક્સ આંકડાઓ જાહેર કરી શકાશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 11 વાગ્યાને 5 મિનિટે બની હતી અને બચાવદળ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.  

મૃત્યુઆંક વધી શકે છે. 

ફાર્સ પ્રાંતના આપાતકાલિન સંગઠનના પ્રમુખ મસૂદ આબેદે જણાવ્યું હતું કે આ દુર્ઘટના સવારે 11 વાગીને 5 મિનિટે બની હતી. જેવી માહિતી મળી કે રાહત અને બચાવ દળ તરત ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિચટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાયું છે. 



  • Follow us on: