અમેરિકાની સંઘીય તપાસ એજન્સી એફબીઆઇના નિર્દેશક કાશ પટેલએ દાવો કર્યો છે કે મિશિગનમાં સંભવિત આતંકી હુમલાને નાકામ કરી દીધો છે.તેમણે કહ્યું કે હેલોવીન સપ્તાહના અવસર પર કેટલાક શંકાસ્પદ આતંકી હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. જો કે કાશ પટેલે વધારે માહિતી આપી નથી પરંતુ વિવિધ રિપોર્ટ્સનું માનીએ તો મામલો ચમરપંથીઓના સમૂહ સાથે જોડાયેલો છે. જે હેલોવીનના અવસર પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા.


કાશ પટેલે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી 

સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં કાશ પટેલે જણાવ્યું હતું કે આજે સવારે, FBI એ સંભવિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો અને મિશિગનમાં ઘણા વ્યક્તિઓની ધરપકડ કરી જેઓ હેલોવીન સપ્તાહના અંતે હિંસક હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. વધુ માહિતી આગામી સમયમાં આવશે. FBI અને કાયદા અમલીકરણ એજન્સીઓના તમામ પુરુષો અને સ્ત્રીઓનો આભાર, જેઓ 24 કલાક ફરજ પર છે અને આપણા રાષ્ટ્રનું રક્ષણ કરવાના અમારા મિશનને પૂર્ણ કરે છે. જો કે કાશ પટેલે મિશિગનમાં FBI એ ક્યાં ઓપરેશન હાથ ધર્યું તે સ્પષ્ટ કર્યું નથી. મિશિગન પોલીસે અહેવાલ આપ્યો છે કે FBI એ ડિયરબોર્ન વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું છે.

ક્યાં હુમલો કરવાની હતી તૈયારી? 

ડિયરબોર્ન વિસ્તાર ફોર્ડ મોટર કંપનીના મુખ્ય મથક માટે પ્રખ્યાત છે અને ત્યાં મોટી સંખ્યામાં આરબ-અમેરિકન વસ્તી છે. આ કેવા પ્રકારનો આતંકવાદી હુમલો હતો તે જાણી શકાયું નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટીતંત્રે લેટિન અમેરિકન ડ્રગ ટ્રાફિકર્સ અને ફાશીવાદ વિરોધી ચળવળ એન્ટિફાને પણ આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસકર્તાઓ માને છે કે આ કાવતરું ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદથી પ્રેરિત હતું અને તેઓ તપાસ કરી રહ્યા છે કે અટકાયત કરાયેલા લોકો ઓનલાઇન ઉગ્રવાદીઓ સાથે સંપર્કમાં હતા કે કેમ. તપાસમાં એક ઓનલાઇન ચેટ રૂમમાં વાતચીતનો સમાવેશ થાય છે જેમાં અટકાયત કરાયેલા કેટલાક શંકાસ્પદોએ ભાગ લીધો હતો. એક વ્યક્તિના જણાવ્યા મુજબ જૂથે હેલોવીનની આસપાસ હુમલો કરવાની ચર્ચા કરી હતી.


  • Follow us on: