પાકિસ્તાનમાં અફઘાન સીમા પાસે પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. જેમાં 11 જેટલા સૈનિક અને અધિકારીઓના મોત નીપજ્યા છે. આતંકવાદીઓએ રસ્તાના ખૂણે એક જગ્યાઓ બોમ્બ લગાવ્યા હતા. અહિંયાથી જ સેનાનો કાફલો નીકળ્યો હતો,જ્યારે સેનાનો કાફલો ત્યાંથી નીકળ્યો તે પહેલા જ આતંકવાદીઓએ સેના પર ગોળીનો વરસાદ શરૂ કર્યો. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાન એટલે કે (TPP)એ લીધી છે.


TPP સંગઠને લીધી હુમલાની જવાબદારી

પાકિસ્તાની સેનાના એક નિવેદનમાં જણાવ્યુ કે આ અભિયાન દરમિયાન 19 આતંકવાદીઓને પણ મારવામાં આવ્યા છે. આ હુમલો બુધવારે કરવામાં આવ્યો જ્યારે સેનાનો કાફલો બોમ્બ લગાવેલી જગ્યા પાસેથી પસાર થયો તરત જ આતંકવાદીઓએ ઘડાધડ ફાયરિંગ કરવાનુ શરૂ કરી દીધુ, જેમાં 9 સૈનિક અને 2 અધિકારીઓ સહિત 11 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની તાલિબાને લીધી છે. સંગઠનનો દાવો છે કે તેમણે આ કાફલા પર હુમલો કર્યો હતો. મહત્વનું છે કે છેલ્લાં કેટલાય સમયથી પાક સેના પર હુમલાના સમાચાર સામે આવતા રહે છે. અને TTP એ પાકિસ્તાની સેના પર અનેક વખત હુમલાઓ કરવામાં આવ્યા છે.

ટીટીપી શું છે?

પાકિસ્તાની તાલિબાન, જેને તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગુપ્તચર સમૂહ છે જે પાકિસ્તાની સરકારના વિરોધમાં કાર્ય કરે છે. આ સમૂહનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સરકારને હટાવવાનો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, ટીટીપીએ પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ વધુ કર્યા છે.

અફઘાનિસ્તાનથી ટ્રેનિંગ લે છે

પાકિસ્તાની સરકારે આરોપ લગાવ્યો છે કે તાલિબાનના મીલિટન્ટ્સ અફગાનિસ્તાનની સરહદપારથી તાલીમ મેળવે છે અને ત્યારબાદ પાકિસ્તાનમાં આવીને સેનાં પર હુમલાઓ કરે છે. જ્યારે આ આરોપો પર કાબુલે જવાબ આપતા તેમને ખોટા અને બિનઆધારિત ગણાવ્યા છે.


  • Follow us on: