થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી ઉત્તરમાં આવેલા પ્રાંતમાં આવેલી એક પ્રખ્યાત શાળામાં ગોળીબારની અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. શુક્રવાર, 7 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે 19 વર્ષથી ઓછી વયના એક યુવકે શાળાના પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક શિક્ષકનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે 15 જેટલા અન્ય લોકો ઘાયલ થયા છે. હુમલો કર્યા બાદ શૂટરે પોતે પણ આપઘાત કરી લીધો હોવાની પુષ્ટિ થઈ છે.
શાળામાં યુવકે કર્યુ અંધાધૂંધ ફાયરિંગ
મળતી માહિતી પ્રમાણે આ ઘટના થાઇલેન્ડના બેંગકોકમાં આવેલી 'ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલ'માં બનવા પામી હતી. મહત્વનું છે કે આ ઘટના એવા વિસ્તારમાં બની છે.જ્યાં સૌથી વધુ બંદૂક માલિકીનો દર જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે અહીં આશરે 1 કરોડ બંદૂકો થાઇલેન્ડમાં ઉપલબ્ધ છે. મતલબ એવો થયો કે દર સાત લોકોએ એક વ્યક્તિ પાસે બંદૂક ઉપલબ્ધ છે. જોકે સરકાર દ્વારા બંદૂક સંબંધિત કાયદાઓ કડક કરવાના અગાઉ અનેક વચનો આપવામાં આવ્યા છે, છતાં દેશમાં ગોળીબાર અને હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી.
