18 વર્ષના યુવકે એમ-4 ગનથી અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ.

સમગ્ર વિસ્તારમાં હાહાકાર

થાઇલેન્ડમાં શાળાના ડે-કેર સેન્ટરમાં 18 વર્ષના યુવકે ફાયરિંગ કર્યુ હતુ. જેમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા હતા. જયારે અન્ય વિદ્યાર્થીઓને બંધક બનાવાયા છે. થાઇેલેન્ડના સોંગખલા પ્રાંતમાં શાળામાં બંદૂકધારીએ હુમલો કર્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો. 18 વર્ષના યુવકે એમ-4 ગનથી અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ હતુ કે, હુમલાખોરની બહેન એ જ શાળામાં અભ્યાસ કરે છે. યુવક બંદુક લઇને એ શિક્ષકને શોધી રહ્યો હતો. જેણે તેની બહેન સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

બાળકો અને શિક્ષકોને બંધક બનાવ્યા

ગોળીબાર બાદ હુમલાખોરે અનેક બાળકો અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા. અહેવાલ છે કે ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ શાળાની અંદર ફસાયેલા છે. ઘટનાસ્થળેથી ભાગી ગયેલા એક સુરક્ષા ગાર્ડે જણાવ્યું હતું કે હુમલાખોરે શાળાના આચાર્યને પણ ગોળી મારી હતી. ખાસ દળો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હુમલાખોર સાથે વાતચીત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેની ઓળખ અસ્પષ્ટ છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

શાળામાં હતો અફરાતફરીનો માહોલ

હુમલા પહેલા પોલીસને માહિતી મળી હતી કે શાળા નજીકના એક ઘરમાં એક બંદૂકધારી હાજર હતો અને તેની માતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યો હતો. ગોળીબાર દરમિયાન વિદ્યાર્થીઓ શાળામાંથી ભાગતા જોવા મળ્યા હતા. હુમલાખોરે કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવ્યા તે જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ