ટ્રેન પર ક્રેન પડ્યુ હતુ અને આ અકસ્માતમાં 22 લોકોનાં મોત થયા છે અને 80 લોકો ઘાયલ થયા હતા.

બાંધકામ સ્થળ પર ઘટી ઘટના

આ ટ્રેન અકસ્માત રાજધાની બેંગકોકથી 230 કિમી દૂર શીખિઓ જિલ્લામાં થયો હતો. ટ્રેન બેંગકોકથી થાઈ રાજ્ય તરફ જઈ રહી હતી. શીખિઓ જિલ્લા પાસે હાઇ-સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ પર કામ શરુ હતુ. ત્યાંથી પસાર થતી વખતે, બાંધકામ સ્થળ પર કામ કરતી ક્રેન ટ્રેનના ડબ્બા પર પડી હતી. જેમાં 22 યાત્રીઓના મોત થયા હતા. ઉત્તર-પૂર્વીય થાઈલેન્ડમાં થયેલા ભયંકર અકસ્માત બાદ રાહત કાર્ય શરુ કરાયુ હતુ.

રાહત અને બચાવ કાર્ય કરાયુ શરુ

આ અકસ્માત બુધવારે સવારે બેંગકોકથી 230 કિમી ઉત્તર-પૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના શીખિઓ જિલ્લામાં થયો હતો. ટ્રેન ઉબોન રત્ચાથાની પ્રાંત તરફ જઈ રહી હતી. ટ્રેક પર હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. ત્યારે ક્રેન અચાનક પસાર થતી ટ્રેન પર પડી ગઈ. ક્રેન ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે તે પાટા પરથી ઉતરી હતી અને આગ લાગી હતી. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.

આ પણ વાંચોઃ SleepFM Sleep Data Analysis: હૃદય અને મગજથી લઈને કિડની સુધી, માત્ર એક રાતની ઊંઘ ભવિષ્યના 130 રોગો કરશે જાહેર