મિસાઇલો અને તેલના આગથી પ્રદૂષણ વધતા શ્વસન રોગો સહિત ગંભીર આરોગ્ય જોખમો પેદા થઇ રહ્યા છે.
તેલ ડેપો અને રિફાઇનરીઓ પર નિશાન
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની માત્ર લશ્કરી અને રાજકીય સ્તરે જ નહીં, પરંતુ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ યુદ્ધને કારણે થતા ઝેરી પ્રદૂષણની અસરો દાયકાઓ સુધી રહી શકે છે. ઇઝરાયલી ડ્રોન હુમલાઓએ શહેરની બહારના મુખ્ય તેલ ડેપો અને રિફાઇનરીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓ પછી, તેલ સળગ્યું, કાળા ધુમાડાના મોટા ગોટા આકાશમાં ફેલાતા ગયા. આ ધુમાડો પાછળથી વરસાદના વાદળો સાથે ભળી ગયો અને શહેર પર વરસાદ પડ્યો હતો.
પ્રદૂષણની ઘાતક અસર
યુકેની બ્રેડફોર્ડ યુનિવર્સિટીમાં કેમિકલ અને પેટ્રોલિયમ એન્જિનિયરિંગના પ્રોફેસર નેજાત રહેમાનિયને જણાવ્યું હતું કે આ ઘટનાએ તેમને 35 વર્ષ પહેલાના સમયની યાદ અપાવી હતી. ગલ્ફ વોર દરમિયાન, કુવૈતમાં ઇરાકી દળોએ સેંકડો તેલ કુવાઓમાં આગ લગાવી હતી. તે આગમાંથી નીકળતો ધુમાડો 1,290 કિલોમીટર સુધી ફેલાયો હતો અને ઈરાન સુધી પહોંચ્યો હતો. ધુમાડામાં સૂટ, હાઇડ્રોકાર્બન અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા જોખમી પદાર્થો હતા. 2018ના અભ્યાસ મુજબ, આ પ્રદૂષણે હિમાલયના હિમનદીઓના પીગળવાની ગતિ પણ ઝડપી બનાવી હતી.
તહેરાન શા માટે જોખમમાં ?
વૈજ્ઞાનિકો કહે છે કે તહેરાન પહેલાથી જ ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે. શહેરની હવા અને પાણીમાં સીસું, કેડમિયમ, ક્રોમિયમ અને નિકલ જેવી ભારે ધાતુઓ મળી આવી છે. તેમજ અશ્મિભૂત ઇંધણ અને કચરાને બાળવાથી સલ્ફર ડાયોક્સાઇડ પણ મળી આવ્યું છે. તેહરાન અલ્બોર્ઝ પર્વતોની તળેટીમાં આવેલું છે. પર્વતો હવાના પરિભ્રમણને ઘટાડે છે. જે શહેરમાં લાંબા સમય સુધી પ્રદૂષણને ફસાવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી, પ્રદૂષણનું ચોક્કસ મૂલ્યાંકન કરવું અને તેને સાફ કરવું મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીનો દાવો, અમેરિકા મોટા કાવતરાની ફિરાકમાં
