સ્ટાર સ્કાય એરલાઇન્સનું વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ તેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
પાયલટની વીરતાએ બચાવ્યા જીવ
સોમાલિયાના એડન એડ્ડે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતા વિમાનનું એન્જિન હવામાં જ ફેલ થઈ ગયું હતુ. એન્જિન અને પંખા બંને નિષ્ફળ ગયા. જેના કારણે વિમાન પડી ગયું. વિમાન હિંદ મહાસાગરમાં ક્રેશ થયું હતુ. પાયલટે વીરતા દર્શાવી અને એક મોટું જોખમ લીધું. તેની હાજરીના કારણે એક એવો ચમત્કાર થયો જે માનવામાં ન આવે. દરિયાઈ દુર્ઘટનામાં કોઈનું મોત થયું નથી.
વિમાને નિયંત્રણ ગુમાવ્યુ હતુ
સ્ટાર સ્કાય એરલાઇન્સનું વિમાન એડન અડ્ડા એરપોર્ટથી ગુરિયલ પ્રદેશ માટે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. વિમાન તેની સંપૂર્ણ ઊંચાઈએ પણ પહોંચ્યું ન હતું કે તેનું એન્જિન ફેઇલ થયું હતું. પાઇલટને લાગ્યું કે વિમાન નિયંત્રણ ગુમાવી રહ્યું છે. તે સમયે 50 લોકો સવાર હતા. પાયલટે તરત જ એરપોર્ટ પર પાછા ફરવાનું નક્કી કર્યું, પરંતુ રનવે પર પહોંચતા પહેલા જ વિમાન પલટી ગયું હતુ.
મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
હિંદ મહાસાગરના મોજા નજીક આ ભયાનક અકસ્માતે દરેકને એક ક્ષણ માટે શ્વાસ રોકી દીધા, કારણ કે વિમાનની પાંખોને ભારે નુકસાન થયું હતું અને એન્જિન ફેઇલ થયું હતું. જોકે, કુદરતના ચમત્કાર અને પાઇલટની બહાદુરીને કારણે, આ દુ:ખદ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. અકસ્માતના સમાચાર મળતાં જ એરપોર્ટ અધિકારીઓ અને કટોકટી પ્રતિભાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ. સોમાલી નાગરિક ઉડ્ડયન સત્તામંડળના ડિરેક્ટર અહેમદ મુઆલિમ હસને પુષ્ટિ આપી કે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
