હવે 23 વર્ષ બાદ એવી જ બહરીન પ્રસ્તાવ વિરુદ્ધ રશિયા, ચીન અને ફ્રાન્સે વીટો કર્યો છે.

અમેરિકા માટે આ ઝટકા સમાન

ઇરાન યુદ્ધના કારણે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. તેના કારણે વર્લ્ડ ઓર્ડરમાં બદલાવ થઇ રહ્યો છે. યુએનમાં 23 વર્ષ બાદ પ્રથમ વખત રશિયા, ચીન અને ફ્રાન્સે વીટો કર્યો છે. આ વીટો અમેરિકા વિરુદ્ધ છે. તેથી તે તેના માટે આંચકા સમાન ગણાઇ રહ્યુ છે. બહરીને હોર્મુઝ મામલે પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ મુક્યો હતો. જો આ પ્રસ્તાવ પાસ થઇ જાત તો યુદ્ધની વચ્ચે ઇરાનની મુશ્કેલીઓ વધી ગઇ હોત. પરંતુ રશિયા અને ચીનની સાથે મળીને ફ્રાન્સે વીટો કર્યો હતો.

પર્માનેન્ટ ફાઇવ દેશ

અગાઉ 2003માં ઇરાક વિરુદ્ધ યુદ્ધ દરમિયાન ત્રણેય દેશે એકસાથે મળીને અમેરિકાનો વિરોધ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર રશિયા, ચીન, ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનની પાસે વીટો પાવર છે. તેને P-5 એટલે કે પર્માનેન્ટ ફાઇવ દેશ કહેવાય છે. અમેરિકા માટે ફ્રાન્સનો વીટો કરવો આંચકારૂપ એટલા માટે ગણાઇ રહ્યુ છે કારણ કે, યુએનમાં હવે અમેરિકાનું પલડું 3-2થી નબળુ પડી રહ્યુ છે.

ઇરાનના સમર્થનમાં ફ્રાન્સ

ઇરાન યુદ્ધમાં ફ્રાન્સ હમણા સુધી અંતર જાળવીને ચાલી રહ્યુ હતુ. પરંતુ અચાનક ફ્રાન્સે ઇરાનનું સમર્થન કરતા વિશ્વની નજર તેમના પર પડી છે.

1. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ફ્રાન્સ પર ટિપ્પણી કરી રહ્યા હતા. અને તેઓએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની મજાક પણ ઉડાવી હતી. યુદ્ધની જ્યારે શરૂઆત થઇ ત્યારે અમેરિકાએ ફ્રાન્સ પાસેથી કોઇ સલાહ લીધી ન હતી. પરંતુ બાદમાં ટ્રમ્પ ઇચ્છતા હતા કે, ફ્રાન્સ અમેરિકા માટે ઇરાન વિરુદ્ધ યુદ્ધ કરે. પરંતુ આ વાતને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ ફગાવી હતી.

2. આ ક્ષેત્રમાં ફ્રાન્સની દુશ્મની ઇઝરાયલી સાથે છે. ફ્રાન્સે ઇઝરાયલના સપોર્ટમાં જનાર તમામ વિમાન માટે પોતાનું એયરસ્પેસ બંધ કર્યુ છે. ફ્રાન્સે ઇઝરાયલ પર માનવાધિકારના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ, ઇઝરાયલે હથિયાર મામલે પેરિસ સાથે ડીલ કરી હતી તેને પણ રોકી દીધી છે.

3. ઇરાન યુદ્ધ દરમિયાન પ્રથમવાર ફ્રાન્સના સ્વામિત્ત્વવાળા કંટેનર જહાજને હોર્મુઝમાંથી પસાર થવા દીધુ છે. ફ્રાન્સ અને ઇરાનની વચ્ચે હોર્મુઝમાં ડીલ અંગેની વાતો પણ ફેલાઇ છે. જેના હેઠળ હવે ફ્રાન્સના જહાજોને સરળતાથી હોર્મુઝમાંથી પસાર થવા દેવામાં આવશે.

ત્રણેયના ગઠબંધનની અસર

યુનાઇટેડ અગેન્સ્ટ ન્યુક્લિયર ઇરાનના જેસન બ્રોસ્કીનુ કહેવું છે કે, ફ્રાન્સે નક્કી કર્યુ છે કે, મિડિલ ઇસ્ટના મામલાઓમાં રશિયા અને ચીન સાથે છે. અમેરિકા માટે આ આંચકો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યુ હતુ કે, તેઓ ગંભીરપણે વિચાર કરી રહ્યા છે કે શું આ નાટોમાંથી નિકળવાનો યોગ્ય સમય છે?

આ પણ વાંચોઃ Americaમાં એટર્ની જનરલ અને આર્મી ચીફ પછી હવે કોનો વારો?, Donald Trumpના તંત્રમાં ઊથલ પાથલ કેમ?