બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય અસ્થિરતા આસમાને પહોંચી ગઈ છે અને આજ કારણ છે કે હાલ બાંગ્લાદેશની જનતાના મૂડમાં પણ હવે મોટો બદલાવ આવ્યો હોય એવું લાગી રહ્યું છે.


બાંગ્લાદેશમાં BNP પાર્ટીની બોલબાલા

બાંગ્લાદેશમાં હાલ જે મુજબ અસ્થિરતા અને અસુરક્ષાનો જે માહોલ જામ્યો છે એની અસર હવે જાહેર જનતાના માનસ પર પણ પડી રહી છે. બાંગ્લાદેશમાં પણ હાલ જનતા રોજગાર અને અભ્યાસ માંગી રહી છે જેના વાયદા BNP પાર્ટી જોર શોરથી કરી રહી છે અને આજ કારણ છે કે હાલ BNP પાર્ટીને યુવાનો તરફથી સૌથી વધુ સમર્થન મળ્યું છે.

લોકોમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા

ચોક્કસથી કોઈપણ દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં હોય છે અને બાંગ્લાદેશમાં યુવાનો હવે BNP પાર્ટી તરફ વળતાં દેખાય છે અને આજ વાત એ સંકેત આપે છે કે યુવાનો આર્થિક સ્થિરતાથી સંતુષ્ટ છે પરંતુ કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતિત લાગી રહ્યા છે. હાલ બાંગ્લાદેશની અંદર ચુંટણી પહેલા માહોલ ગરમાયો છે અને તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાની રીતે શતરંજ ગોઠવી પણ રહી છે.

સામાન્ય ચૂંટણીઓ પરિણામ બદલશે

હાલ બાંગ્લાદેશમાં બસ એકજ સવાલ બજાર ગરમ કરી રહ્યો છે અને એ સવાલ છે કે 16 વર્ષ પછી શેખ હસીના વગર આ રાજકીય અસ્થિર બાંગ્લાદેશમાં સત્તા સંભાળશે કોણ? આ સવાલ બાદ દેશના મીડિયા તરફથી સર્વે કરવામાં આવે છે અને આ સર્વેમાં ખાલિદા ઝિયાની પાર્ટી BNPને સૌથી જનતાનો પ્રેમ મળતો દેખાઈ રહ્યો છે અને યુનુસના નજીકના આંદોલનકારીઓ દ્વારા રચાયેલી પાર્ટી NCPને ત્રીજું સ્થાન મળ્યું છે અને આજ સર્વેના કારણે યુનુસની ચિંતા વધી ગઈ છે. 

  • Follow us on: