તુર્કીએની રેપકોન કંપનીએ ગયા વર્ષે ઇઝરાયલને આ બોમ્બ આપ્યા હતા. પરંતુ હોબાળો થયા બાદ કંપનીએ પોતાનું નામ બદલ્યુ છે.

તુર્કીએ હમેંશા કર્યો વિરોધ

ઇરાન પર હુમલો કરવા માટે તુર્કીએના દારુગોળાનો મોટાપ્રમાણમાં ઉપયોગ કરાયો છે. આ ખુલાસાથી મિડિલ ઇસ્ટમાં હડકંપ મચ્યો છે. ઇરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલાનો તુર્કીએ હમેંશા વિરોધ કરતુ રહ્યુ છે. પરંતુ જે દારુગોળો અને હથિયારોનો ઉપયોગ ઇઝરાયલે કર્યો છે તે કંપની તુર્કીએમાં આવેલી છે. હવે જ્યારે સત્ય સામે આવ્યુ છે ત્યારે તુર્કીએની કંપનીએ પોતાનું નામ બદલ્યુ છે.

હોબાળા બાદ કંપનીએ બદલ્યુ નામ

ઇરાન સામેની જંગમાં ઇરાનના 2 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયલે તેહરાન અને તેની આસપાલ હુમલાઓ કર્યા હતા. આ હુમલા માટે તેણે બીએલયુ-110એ-બીનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બનું નિર્માણ તુર્કીએની કંપની કરતી હતી. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અંકારાએ આ અંગે મૌન ધારણ કર્યુ છે. બે વર્ષ પહેલા તુર્કીએની રેપકોન નામની કંપનીએ અમેરિકી ડિફેન્સ કંપની સાથે મળીને દારુગોળો બનાવવાનો નિર્ણય કર્યો હતો.

યુદ્ધમાં મોટી સંખ્યામાં લોકોના મોત

રેપકોન કંપનીને 2024માં ઇઝરાયલથી બીએલયુ-110એ-બીના એક હજાર પાઉન્ડના બોમ્બના નિર્માણના ટેન્ડર મળ્યા હતા. આ કરાર 151.8 મિલિયન ડૉલરનો હતો. હવે આ બોમ્બના માધ્યમથી ઇરાન પર ઇઝરાયલ હુમલાઓ કરી રહ્યુ હતુ. આ એક સામરિક એર-ડ્રોપ્ડ વારહેડ છે. જેનું વજન 907 કિગ્રા છે. આ બોમ્બનો ઉપયોગ બંકરોને ધ્વસ્ત કરવા માટે કરાય છે. આ બોમ્હ સ્ટીલ પેનિટ્રેટર કેસિંગ એટલે કે, જમીનની નીચે સુધી ભેદવા માટે કરાય છે.

તુર્કીએની ભૂમિકા પર સવાલ

તુર્કીએની કંપનીએ નામ કેમ બદલ્યુ?. તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. રેપકોન કંપની પર અગાઉ પણ ઇઝરાયલને બોમ્બ વેંચવાનો આરોપ લાગ્યો છે. ગાઝામાં રેપકોન કંપની પાસેથી બોમ્બ દ્વારા ઇઝરાયલે તબાહી મચાવી હતી. ઇરાન જંગમાં તુર્કીએ ઇઝરાયલનો ખુલીને વિરોધ કર્યો હતો. તુર્કીએના રાષ્ટ્રપતિ એર્દોઆને સાંસદો સાથે વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે, યુદ્ધને રોકવું જરુરી છે. જો તેને રોકવામાં ન આવે તો મિડિલ ઇસ્ટ બરબાદ થઇ જશે.

આ પણ વાંચોઃ Chinaનો નવો લઘુમતી કાયદો કેમ આવ્યો ચર્ચામાં?, સમુદાયોના અસ્તિત્વ પર સવાલ