અમેરિકી ડિપ્લોમેટ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ ભારત અને રશિયા વચ્ચે હાલિયા ઓઇલ સોદાને લઇને ચોંકાવનારૂં નિવેદન આપ્યુ છે. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે ભારત દ્વારા ડિસ્કાઉન્ટેડ રશિયન ઓઇલની ખરીદીએ રશિયન આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન કરદાતાઓ પર ભારે બોજ નાખ્યો છે.
ઓઇલ ખરીદવા પર લગાવ્યો વધુ ટેરિફ
એક ટીવી શોમાં ઇન્ટરવ્યુ દરમિયાન નવારોએ કહ્યુ કે ભારત પણ આમાંથી અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી પસાર થાય છે.નવારોનું આ નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતથી નિકાસ થતા સામાન પર 50 ટકા ટેરિફ લાગુ કરી દીધુ છે. જે પશ્ચિમી દબાણ છતાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અટકાવવા માટે લાદવામાં આવ્યો છે.એટલું જ નહીં નવારોએ રશિયા યુક્રેન સંઘર્ષને મોદીનુ યુદ્ધ બતાવતા ચેતવ્યા કે જો ભારત આ નીતિને જારી રાખે છે તો અમેરિકા આ વાત પર કટક નિર્ણય લઇ શકે છે. તેમણે સાથે જ કહ્યુ કે ભારત રશિયા ઓઇલ ખરીદવાનું બંધ કરી દે તો અમેરિકી ટેરિફમાં 25 ટકાની રાહત મળી શકે છે.
ભારતને 25% ટેરિફથી મળી શકે છે રાહતઃ નવારો
જ્યારે પૂછવામાં આવ્યુ કે અમેરિકા ભારત સાથે વાતચીત કરી રહ્યુ છે અને શું ટેરિફ એડજસ્ટ કરી શકાય? ત્યારે નવારોએ કહ્યુ: "આ બહુ જ સરળ છે. જો ભારત રશિયન ઓઇલ ખરીદવું બંધ કરી દે, તો તેને આવતીકાલથી જ 25%ની છૂટ મળી શકે છે. મને આશ્ચર્ય થાય છે. મોદી એક મહાન નેતા છે. ભારત એક પરિપક્વ લોકશાહી છે અને તેને પરિપક્વ લોકો ચલાવે છે." નવારોએ ભારતની શુલ્ક નીતિ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે "મને જે વાત પરેશાન કરી રહી છે, તે એ છે કે ભારતીયો એટલા ઘમંડી છે. તેઓ કહે છે કે અમારી પાસે હાઈ ટેરિફ નથી. આ અમારું સર્વભૌમત્વ છે. અમે જ્યાંથી ઇચ્છીએ ત્યાંથી ઓઇલ ખરીદી શકીએ છીએ.