અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે દુનિયાભરના વૈજ્ઞાનિકોને હેરાન કરી દીધા છે. અમેરિકામાં બીજી વખત સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને 2145થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો અને વરિષ્ઠ વૈજ્ઞાનિકોની છટણીની તૈયારી કરી લીધી છે. જેમાંથી 1818 લોકો એવા વિભાગ સાથે જોડાયેલા છે જે માનવ અંતરિક્ષ મિશન અને વૈજ્ઞાનિક સંશોધનોમાં પાવરધા માનવામાં આવે છે. પોલિટિકોના એક રિપોર્ટ પ્રમાણે જે લોકોની નોકરી પર જોખમ છે તે તમામ પોતાના ક્ષેત્રમાં ઉંચા પદો પર છે અને ખાસ જવાબદારીઓ સાથે કામ કરી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને ઘણા વિભાગોમાં બજેટમાં ઘટાડાના નામે સંઘીય એજન્સીઓના કદને નાનુ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તેનો સૌથી મોટો ઝટકો નાસાને લાગ્યો છે.
નાસાના પ્રવક્તા બેથની સ્ટીવંસે ન્યુઝ એજન્સી સાતે વાત કરતા જણાવ્યું હતું કે અમે બજેટની પ્રાથમિકતાઓને જોતા અમારા મિશન પ્રત્યે પ્રતિબદ્ધ છે. પરંતું અંદરની હલચલ સ્પષ્ટ સંકેત આપે ચે કે વસ્તુઓ એટલી સરળ નથી. નાસાના ઘણા ભૂતપુર્વ અધિકારીઓએ ભાવુક લેટર લખીને આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ લેટરમાં તેમણે કહ્યું છે કે વ્હાઈટ હાઉસ તરફથી વૈજ્ઞાનિક હલચલનું બજેટ 47% સુધી ઘટાડવામાં આવશે.













