જોકે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ એ જ વિમાનમાં પાછા ફર્યા હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પ પર કોનો ખતરો ? 

તુર્કીમાં નાટો સમિટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વિમાન બદલી નાખ્યું હતું. હકીકતમાં, યુએસ અને તુર્કીની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે ઈરાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ ખભાથી ચલાવવામાં આવતી મિસાઈલો સાથે અંકારામાં પહોંચ્યા છે અને ટ્રમ્પના વિમાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. ધમકીને ગંભીર માનીને, ટ્રમ્પે શાંતિથી પોતાનું વિમાન બદલી નાખ્યું હતુ. 

માર્કો રુબિયોની નિર્ણય શક્તિ 

ટ્રમ્પને જૂના એરફોર્સ વન વિમાનમાંથી કેટરિંગ ટ્રક દ્વારા નાના લશ્કરી વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સહિત કેટલાક વરિષ્ઠ અધિકારીઓ તે જ વિમાનમાં રહ્યા હતા, જે ટ્રમ્પના સાચા સ્થાનને છુપાવવા માટે એક યુક્તિ તરીકે કામ કરી રહ્યા હતા. કોઈપણ દુર્ઘટનાના કિસ્સામાં, માર્કો રુબિયો નિર્ણયો લઈ શકતા હતા.

સુરક્ષા જોખમનું મૂલ્યાંકન

યુએસ મીડિયા અહેવાલો અનુસાર, આ ધમકીમાં ખભાથી ચલાવવામાં આવતી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનો સમાવેશ થતો હતો. એવી આશંકા હતી કે ઈરાનીઓ ટ્રમ્પના ઠેકાણા અને તે હોટલના કયા માળે રોકાઈ રહ્યા છે તે પણ જાણતા હશે. અનામી અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તુર્કીના અંકારા ખાતે નાટો સમિટ સ્થળ નજીક એક વ્યક્તિ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ લઈને જતો જોવા મળ્યો હતો. આ પછી, સુરક્ષા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તેની મુસાફરી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 

ટ્રમ્પે વિમાન બદલવા વિશે શું કહ્યું?

પત્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંભવિત ખતરા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, "મને લાગે છે કે કોઈ પ્રકારનો ખતરા હતો. મેં સિક્રેટ સર્વિસને તેના વિશે વધારે પ્રશ્નો પૂછ્યા નથી. મને ઘણીવાર ધમકીઓ મળે છે." ટ્રમ્પ તાજેતરમાં કતાર દ્વારા પૂરા પાડવામાં આવેલા નવા બોઇંગ 747-8 વિમાનમાં નાટો સમિટ માટે તુર્કી પહોંચ્યા હતા. જોકે, પરત ફરતી વખતે તેમણે પોતાનું વિમાન બદલ્યું. આ માહિતી પ્રકાશમાં આવ્યા પછી, તેમણે કહ્યું કે તેઓ જૂની યાદોને તાજી કરવા માંગે છે. આ માટે, તેમણે તેમના જૂના એર ફોર્સ વન વિમાનમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું હતુ. 

આ પણ વાંચોઃ ભારતના પડોશી દેશોમાં કેટલું મજબૂત છે Al Qaedaનું નેટવર્ક? UNSC રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!