પશ્ચિમ એશિયામાં તણાવ તેની ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું મૂકવા માટે આપવામાં આવેલા 48 કલાકના અલ્ટીમેટમની સમયમર્યાદા સમાપ્ત થતાની સાથે જ ઈરાનના બે મહત્વપૂર્ણ ઊર્જા સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ શાંતિ અને વાટાઘાટોના સંકેતો આપી રહ્યા છે, તો બીજી તરફ જમીની હકીકત યુદ્ધ તરફ ઈશારો કરી રહી છે.


ઈરાનના ઊર્જા માળખાને નિશાન બનાવ્યું

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડની નજીક ગણાતી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે ઈરાનના ઊર્જા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં મુખ્યત્વે બે સ્થળો પ્રભાવિત થયા છે. આ વિસ્તાર ઈરાનની ઉર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો ગણાય છે. આ પ્લાન્ટને સપ્લાય કરતી મુખ્ય ગેસ પાઇપલાઇનને નિશાન બનાવીને ઉર્જા પુરવઠો ખોરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી ઈઝરાયેલ કે અમેરિકાએ આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી. સામાન્ય રીતે, આવા સંવેદનશીલ સૈન્ય ઓપરેશન્સમાં બંને દેશો મૌન જાળવતા હોય છે.

ટ્રમ્પના દાવા અને ઈરાનનો વળતો પ્રહાર

આ હુમલાઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેઓ ઈરાનના "આદરણીય" નેતા સાથે સીધા સંપર્કમાં છે અને હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દે સમાધાન માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ટ્રમ્પના મતે તેઓ યુદ્ધનો અંત લાવવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.પરંતુ તેમ છતાં ઇરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત છે.

ટ્રમ્પ માત્ર "ખોટા સમાચાર" ફેલાવી રહ્યા છે

જો કે, ઈરાને ટ્રમ્પના આ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે. ઈરાની સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની ગુપ્ત કે જાહેર વાતચીત થઈ નથી અને ટ્રમ્પ માત્ર "ખોટા સમાચાર" ફેલાવી રહ્યા છે. ઈરાનનું માનવું છે કે આ પ્રકારના નિવેદનો વૈશ્વિક સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોેઃ યે તો સિર્ફ ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે......Iran એ ભૂગર્ભ મિસાઇલ સિટીનો Video કર્યો જાહેર

  • Follow us on: