અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે અને તેનાથી દુનિયાની રાજનીતિ પણ બદલાઇ રહી છે. જૂના મિત્ર નારાજ થઇ રહ્યા છે.તો દુશ્મન મિત્ર બની રહ્યા છે. ભારત પર ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે.તેમણે 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. તેની સાથે જ તેમણે અન્ય દેશોને પણ ભારત પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે. પરંતુ હવે જર્મનીના વિદેશ મંત્રી ભારત પ્રવાસ પર આવે તે પહેલાં એક નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો છે.
જર્મનીના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે
જર્મનીના વિદેશ મંત્રી જોહાન વેડફુલ ભારત પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલાં બેંગલુરૂ જશે અને ઇસરોની મુલાકાત લેશે. ત્યાર બાદ નવી દિલ્હી આવશે. અહિંયા તેમની વિદેશ મંત્રી સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત થવાની છે. પોતાની આ અધિકારિક યાત્રા પહેલા તેમણે ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર ગણાવ્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે જણાવ્યુ કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક પ્રમુખ ભાગીદાર છે. અમારાં સંબંધ રાજનીતિક, આર્થિક અને સાંસ્કૃતિક રૂપથી ઘનિષ્ઠ છે. અમારી રાણનીતિક ભાગીદારીના વિસ્તરણની વધારે સંભાવના છે, જેમાં સુરક્ષા સહયોગછી લઇને નવી ટેકનિક અને પ્રોદ્યોગિકી તથા કુશળ શ્રમિકોની ભરતી પણ સામેલ છે. દુનિયાના સૌથી વધુ આબાદી વાળા દેશ અને સૌથી મોટા લોકતંત્રના રૂપમાં ભારતનો અવાજ ૃવ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની બહાર પણ સંભળાય છે.
અમેરિકાની જેમ યુરોપ પણ ભારત પર લગાવે ટેરિફઃ ડોનાલ્ડ ટ્રમ્પ
તેમણે આગળ લખ્યુ કે, ભારત આપણી સદીની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકતંત્ર હોવાને કારણે, અમે સ્વાભાવિક રીતે ભાગીદાર છીએ. મહત્વપૂર્ણ ભૂ-રાજકીય પડકારોનો સામનો કરીને, આપણે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ અને કરવું જ જોઈએ.આપને જણાવી દઇએ કે અમેરિકી સરકારે યુરોપીય દેશોને કહ્યુ હતુ કે તમે લોકો પણ અમેરિકાની જેમ ભારત પર પ્રતિબંધ લગાવો,તેમણે સલાહ આપી કે યુરોપ ભારતથી આયાત થનારી દરેક વસ્તુઓ તરત રોકી દે અને ટેરિફ લગાવી દે. અમેરિકા ઇચ્છે છે કે યુરોપ દેશ તેનો સાથ આપે. પરંતુ જર્મનીના વિદેશ મંત્રીનો ભારત પ્રવાસ અને તેમનુ નિવેદન અમેરિકા માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.