યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ બ્રીફિંગ યોજી હતી, જ્યાં તેમણે ચાલી રહેલા તણાવ અને તેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં તો એક દિવસમાં ઈરાનનો નાશ કરી દેશે, તેના ગેસ ક્ષેત્રો, પાણીના પ્લાન્ટ્સ, પુલો અને અસંખ્ય નાગરિક માળખાને નિશાન બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ
પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાએ સવાલ કર્યો હતો કે ઈરાનમાં જાનહાની અને અનેક સ્થળનો વિનાશ થશે નિર્દોશ લોકોને પણ સજા મળી રહી છે ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, "તે એક પીડા છે. તેઓ સ્વતંત્રતા મેળવવા માટે તે સહન કરવા તૈયાર છે." ટ્રમ્પે કહ્યું કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા તે સહન કરી લેશે.ટ્રમ્પના આ દાવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ પાલન ન કરવાની અને નાગરિકો પરના હુમલાઓને ન્યાયી ઠેરવવાની તેમની ટિપ્પણીનો વિરોધ થઈ રહ્યો છે.
"ટ્રમ્પને ઈરાનીઓ તરફથી સંદેશા મળ્યા"
મીડિયાના પ્રશ્નોના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "અમને ઈરાનથી ઘણા મેસેજ પણ મળ્યા છે કે, 'કૃપા કરીને બોમ્બમારો ચાલુ રાખો... તેમના ઘરો નજીક પડી રહેલા બોમ્બ માટે પણ, તેઓ કહી રહ્યા છે, કૃપા કરીને બોમ્બમારો ચાલુ રાખો.આ તે લોકો છે જે ત્યાં રહે છે જ્યાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે, કૃપા કરીને પાછા આવો, કૃપા કરીને પાછા આવો, કૃપા કરીને પાછા આવો.'
ટ્રમ્પને યુદ્ધ ગુનાઓની ચિંતા નથી
મીડિયાના સવાલના જવાબમાં ટ્રમ્પનો જવાબ સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. તેઓ જીનીવા સંમેલનનું ઉલ્લંઘન કરવા અને ઈરાની ઉર્જા સ્થાપનો અને પુલો પર બોમ્બમારો કરીને યુદ્ધ ગુનાઓ કરવા અંગે કોઈ ચિંતા નથી. જો ઈરાન મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે સંમત નહીં થાય તો તે વિનાશ માટે તૈયાર રહે.
ટ્રમ્પે શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન અંગે ચિંતિત નથી. પરંતુ તેમણે પાછળથી ઉમેર્યું કે તેમને આશા છે કે તેમને સ્થાનિકોની વસાહતો પર હુમલો કરવો પડશે નહીં.
આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનના રશિયા પર હુમલાઓ થયા તેજ, કાળા સમુદ્રના બંદર નોવોરોસિયસ્ક પર ડ્રોન એટેક