યુક્રેન સાથેના યુદ્ધ અને યુરોપ સાથેના સંબંધોમાં ખટાશ વચ્ચે રશિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. બે દિવસ પહેલા આવેલી સુનામીએ તેના પરમાણુ સબમરીન બેઝને નષ્ટ કરી દીધો છે. સેટેલાઇટ ફોટો દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. બે દિવસ પહેલા રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી સુનામીએ વિનાશ મચાવ્યો હતો. રશિયન બેઝ પર સુનામીના મોજા અથડાયા હતા તે જ બેઝ પેસિફિક ફ્લીટની મોટાભાગની સબમરીન પર આધારિત છે. સેટેલાઇટ ફોટાઓ દર્શાવે છે કે આ બેઝનો એક ભાગ તેની જગ્યાએથી ખસી ગયો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે સુનામી બેઝ પર અથડાયો ત્યારે ત્યાં કોઈ સબમરીન ઉભી હશે. જોકે રશિયા દ્વારા આ અંગે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
ફોરવર્ડ-ડિપ્લોય્ડ સબમરીનમાં શામેલ













