તુર્કીયેએ IDEF 2025માં પોતાના બે ખતરનાક બોમ્બ રજૂ કર્યા છે. આ બોમ્બ સૌથી વધુ બરબાદી નૌંતરી શકે છે. બન્ને બોમ્બનું વજન 970 કિગ્રા છે. અને તેને F-16 ફાઇટર જેટ દ્વારા ફેંકી શકાય છે. તુર્કીયે માત્ર ડ્રોનનું નિકાસકાર નહી પણ તબાહી મચાવનાર બોમ્બનું નિર્માણ ક્ષેત્ર પણ છે. આ બન્ને હથિયારના નામ છે. GAZAP અને NEB-2 Ghost. બન્ને બોમ્બનું વજન 970 કિગ્રા છે.


GAZAPની વિશેષ્ટતા

GAZAP બોમ્બને તુર્કીયેના રક્ષા મંત્રાલયના અનુસંધાન અને વિકાસ કેન્દ્રે તૈયાર કર્યો છે. તેની ખાસ વાત એ છે કે, દરેક મીટરમાં 10.16 ફ્રૈગમેંટ વિસ્ફોટ કરે છે. 3 મીટરના વ્યાસમાં જ અસર કરે છે. આ મલ્ટી ફ્રૈગમેન્ટ ડિઝાઇનના કારણે બ્લાસ્ટ રેડિયસ અને અસર બન્ને ઘાતક થઇ શકે છે. તુર્કીયે અધિકારીઓના જણાવ્યા મુજબ GAZAP સંપૂર્ણ પરીક્ષણ તબક્કામાંથી પસાર થયો છે. અને તે દુશ્મનો પર ઉપયોગ કરવા માટે પણ તૈયાર છે.

NEB-2 Ghost બંકરને તબાહ કરનાર બોમ્બ

બીજા બોમ્બ NEB-2 Ghostને દુનિયાનો સૌથી પ્રભાવી બોમ્બ ગણવામાં આવે છે. આ બોમ્બ એટલો શક્તિશાળી છે. જે મિસાઇલ કરતા વધુ સટીક રીતે દુશ્મન પર નિશાન સાધી શકે છે. અમેરિકાના મિસાઇલ C35 ગ્રેડ ક્રોંક્રીટની 2.4 મીટર દિવાલ પર નિશાન સાધી શકશે. તો NEB-2 C50 ગ્રેડ, જે ત્રણ ગણા મજબૂત હોય છે. ક્રોંક્રીટ 7 મીટર દિવાલને પણ ધ્વસ્ત કરી શકે છે. F-16 સાથેના પરીક્ષણ દરમિયાન તેને એક દ્વીપ પર ફેંકવામાં આવ્યો હતો. જ્યાં તેણે 90 મીટર ઉંડાણ સુધી જમીનમાં પોતાનું નિશાન છોડ્યુ હતુ. જેમાં ભૂસ્ખલન, ગેસ ગળતર અને પહાડોને મોટી અસર પહોંચાડી હતી. જમીનની અંદર સુધી આ બોમ્બ દ્વારા વધુ તબાહી મચાવી શકાય છે. 

  • Follow us on: