અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને પહેલીવાર UFO (અજાણી ઉડતી વસ્તુઓ) અને એલિયન્સ સાથે જોડાયેલી 161 ગુપ્ત ફાઇલો જાહેર કરી છે. આ દસ્તાવેજોમાં એપોલો મિશનના અવકાશયાત્રીઓના દાવા, રહસ્યમય ચમકતી વસ્તુઓ, મધ્ય પૂર્વમાં જોવા મળેલા અજાણ્યા ઉડતા ઓબ્જેક્ટ્સ અને સામાન્ય લોકોના અહેવાલો સામેલ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ ફાઇલો સાર્વજનિક કરવામાં આવી છે.

અજાણી ઉડતી વસ્તુઓ જોઈ 

ટ્રમ્પે કહ્યું હતું કે એલિયન્સ અને UFOને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે, તેથી આ બાબતે પારદર્શિતા હોવી જરૂરી છે. પેન્ટાગને હાલમાં 161 ફાઇલો બહાર પાડી છે અને આગામી સમયમાં વધુ દસ્તાવેજો જાહેર થઈ શકે છે.અમેરિકી સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને (Pentagon) ઈતિહાસમાં પહેલીવાર UFO (અજાણી ઉડતી વસ્તુઓ) અને એલિયન્સ સાથે જોડાયેલી 161 ગુપ્ત ફાઈલો સાર્વજનિક કરીને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દાયકાઓ જૂના રહસ્યો પરથી પડદો ઉચકાયો છે.

એપોલો મિશનના અવકાશયાત્રીઓએ શું ?

આ ફાઈલોમાં સૌથી આશ્ચર્યજનક વિગતો 1960 અને 70ના દાયકાના એપોલો મિશનની છે. ચંદ્ર પર પગ મૂકનાર બીજા માનવી બઝ એલ્ડ્રિને 1969માં જણાવ્યું હતું કે તેમણે અંતરિક્ષમાં એક રહસ્યમયી ચમકતી લાઈટ જોઈ હતી. આ સિવાય એપોલો-12ના અવકાશયાત્રી એલન બીને પણ ચંદ્રની આસપાસ ચમકતા કણો અને ફ્લેશિંગ લાઈટ્સ જોઈ હોવાનો દાવો કર્યો હતો.

મિડલ ઈસ્ટ અને FBI રિપોર્ટમાં ઉલ્લેખ

પેન્ટાગને માત્ર જૂની ફાઈલો જ નહીં, પરંતુ ઈરાક અને સીરિયા જેવા દેશોમાં અમેરિકી સેના દ્વારા શૂટ કરાયેલા વીડિયો પણ જાહેર કર્યા છે. આ વીડિયોમાં હવામાં અત્યંત ઝડપે ઉડતી 'ઈંડા આકારની' વસ્તુઓ જોવા મળી છે. આ ઉપરાંત, 1957ના FBI રેકોર્ડ્સમાં પણ સામાન્ય લોકોએ ગોળાકાર ઉડતી રકાબી જોઈ હોવાના પુરાવા મળ્યા છે.

રાજકીય ગરમાવો અને વૈજ્ઞાનિક મત
ટ્રમ્પ પ્રશાસને પારદર્શિતાના નામે આ ફાઈલો જાહેર કરી છે, જ્યારે વિપક્ષી નેતાઓ તેને રાજકીય દાવ ગણાવી રહ્યા છે. જોકે, પેન્ટાગનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ અહેવાલો પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પર આધારિત છે અને હજુ સુધી એલિયન્સ હોવાનો કોઈ 'નક્કર પુરાવો' વૈજ્ઞાનિક રીતે સાબિત થયો નથી.

આ પણ વાંચો:Business News: દેવામાં ડૂબેલું પાકિસ્તાન ફરી IMF પાસે પહોંચ્યું, મળ્યા અબજો ડોલર