યુક્રેનના મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. રશિયા પ્રમાણે 26-27 ઓક્ટોબરની રાત્રે 34 ડ્રોન મોસ્કોને નિશાન બનાવી રહ્યા હતા, જેને રશિયાના એર ડિફેન્સે તોડી પાડ્યા. આ હુમલાને કારણે મોસ્કોમાં ડોમોદેદોવો અને ઝપકોવ્સ્કી એરપોર્ટને કેટલાક દિવસ માટે બંધ કરવુ પડ્યુ. હુમલાને કારણે બ્રિયાંસ્કમાં એક વ્યક્તિનુ મોત પણ નીપજ્યુ. રશિયાએ કુલ 193 યુક્રેની ડ્રોન નષ્ટ કરવાનો દાવો કર્યો છે.
ડ્રોન હુમલો 5 કલાક સુધી ચાલ્યો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકાવાનું નામ જ નથી લઇ રહ્યુ. યુક્રેનના મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો છે. રશિયાના અધિકારીઓએ સોમવારે કહ્યુ કે યુક્રેને 26-27 ઓક્ટોબરની રાત્રે મોસ્કો પર એક મોટો ડ્રોન હુમલો કર્યો. મોસ્કો પર 34 ડ્રોન દાગવામાં આવ્યા. સ્થાનીય સમયાનુસાર રવિવારની રાત્રે લગભગ 10 વાગ્યાથી શરૂ થયેલો ડ્રોન હુમલો 5 કલાક સુધી ચાલ્યો.
બે એરપોર્ટ હુમલાને કારણે કરાયા બંધ
રિપોર્ટ પ્રમાણે રશિયાએ સોમવારે કહ્યુ કે તેમની હવાઇ રક્ષા પ્રણાલીઓએ આખી રાતમાં 193 યુક્રેની ડ્રોન નષ્ટ કર્યા. જેમાં 34 ડ્રોન મોસ્કોને નિશાન બનાવી રહ્યા હતા અને 47 બ્રિયાન્સ્ક વિસ્તારમાં જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ અને 5 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને કારણે મોસ્કોના દોમોદેદોમો અને ઝુકોવ્સ્કી એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવુ પડ્યુ.
હુમલામાં એક વ્યક્તિનુ નીપજ્યુ મોત
બ્રિયાન્સ્ક, જે રશિયાના દક્ષિણ-પશ્ચિમમાં યુક્રેનની સરહદની નજીક આવેલું છે, ત્યાં એક યુક્રેનિયન ડ્રોને મિનિબસને નિશાન બનાવી હતી, જેના કારણે ડ્રાઇવરની મોત થઈ અને 5 મુસાફરો ઘાયલ થયા. આ માહિતી પ્રદેશના ગવર્નર અલેકઝાન્ડર બોગોમાઝે ટેલિગ્રામ એપ પર આપી.
યુક્રેને આપ્યો નથી કોઈ પ્રતિસાદ
એક તરફ રશિયા દાવો કરે છે કે યુક્રેને તેના પર હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ યુક્રેન તરફથી આ હુમલા અંગે કોઈ તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી. કિવે અગાઉ જણાવ્યું હતું કે તેના હુમલાઓ રશિયાના યુદ્ધ સંચાલન માટેના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો હેતુ ધરાવે છે.
અગાઉ રશિયાએ કર્યો હતો ડ્રોન હુમલો
આ પહેલાં યુક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો હતો કે રશિયાએ રવિવારે રાત્રે યુક્રેન પર 101 ડ્રોન હુમલો કર્યો, જેમાંથી 90 ડ્રોનને નીચે પાડવામાં આવ્યા અને નિષ્ક્રિય બનાવાયા. યુક્રેનના ગૃહ પ્રધાન ઇહોર કલીમેન્કોએ રવિવારે જણાવ્યું કે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયા, જેમાં 7 બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ ઓછામાં ઓછા 3 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી. નિવેદન મુજબ, 5 ડ્રોનોએ 4 સ્થળોને નિશાન બનાવ્યા.