દુનિયા પર સૌથી મોટા ખતરાની ઘંટી વાગી રહી છે. રશિયા અને બેલારુસે સપ્ટેમ્બર 2025માં સેન્ય અભ્યા જાપદ-2025 શરુ કર્યો છે. આ કોઇ સામાન્ય યુદ્ધાભ્યાસ નથી. આ અભ્યાસ જે સ્થળે થઇ રહ્યો છે તે સૌથી સંવેદનશીલ છે.

ઉત્તર-પશ્ચિમમાં બાલ્ટિક દેશ

બાલ્ટિક દેશને જોડનાર નાનો સુવાલ્કી ગેપ છે. અને જો 65-100 કિમીની જમીન પર કબ્જો થયો તો લિથુઆનિયા, લાતવિયાય અને એસ્ટોનિયા ત્રણે બાલ્ટિક દેશને રશિયા NATOના મુખ્ય ભાગથી અલગ કરશે. આ સ્થળ પર સૌ કોઇ મીટ માંડીને બેઠુ છે. 1991માં સોવિયત સંઘ તૂટ્યા બાદ કેટલાક દેશ રશિયાથી અલગ થઇ ગયા હતા. બેલારુસ અને યૂક્રેન તેમાંથી એક હતા. બેલારુસ જિયો-પોલિટિક તરીકે નજીક છે. તેના પશ્ચિમમાં પોલેન્ડ, દક્ષિણમાં યૂક્રેન અને ઉત્તર-પશ્ચિમમાં બાલ્ટિક દેશ આવે છે.

મિસાઇલ યૂનિટ્સ તૈનાત

રશિયાના પશ્ચિમી એનક્લેવ કલિનિનગ્રાદ બાલ્ટિક સાગર પર છે. અને મુખ્ય રશિયાથી જમીનથી અલગ છે. કલિનિનગ્રાદમાં પહેલાથી જ હવાઇ-રક્ષા અને આર્મેડ સિસ્ટમ જેવા S-400 અને ઇસ્કંદર મિસાઇલ યૂનિટ્સ તૈનાત છે. જે પૂર્ણ બાલ્ટિક પટ્ટી અને કેટલાય યૂરોપીય લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તેના માટે સુવાલ્કી ગેપ પર કબ્જો કલિનિનગ્રાદને જમીન સાથે જોડવાની રણનીતી જીતી છે.

ઝેલેન્સકીએ આપી ચેતાવણી 

NATOના નવા મહાસચિવ માર્ક રુટ્ટે કહે છે કે, રશિયાની હરકતો બેદરકારી ભરેલી અને ખતરનાક છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ચેતાવણી આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, બેલારુસમાં કઇંક મોટી વસ્તુ પ્લાન થઇ રહી છે. લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગિતાનાસ નૌસેદા કહે છે કે, અભ્યાસ નાનો દેખાઇ રહ્યો છે. પરંતુ છુપાયેલો ખતરો મોટો થઇ શકે છે. આ તમામ બાબત સ્પષ્ટ કરે છે કે, પુતિન યુદ્ધમાંથી મજબૂત થઇને નિકળશે.  

  • Follow us on: